News of Monday, 9th June 2025
સુરેન્દ્રનગરના મુળી નજીક ટ્રેકટર અને બાઈક અથડાતા એક મહિલા સહીત બે લોકોના ઘટના સ્થળે જ મોત
બાઈક સવાર ધ્રાંગધ્રાના પીપળા ગામના રહેવાસી રોહિતભાઈ ગેલાભાઈ માલકિયા અને ગીતાબેન ગેલાભાઈ માલકિયાનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકા નજીક જેપર ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ધડાકાભેર અથડામણ થતા એક મહિલા સહિત બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઈક ભટકાતા સર્જાયો હતો. મૃત્યુ પામનાર બંને વ્યક્તિ બાઈક પર સવાર હતા. તેમની ઓળખ ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના રહેવાસી રોહિતભાઈ ગેલાભાઈ માલકિયા અને ગીતાબેન ગેલાભાઈ માલકિયા તરીકે થઈ છે. આ અકસ્માતમાં અન્ય એક યુવકને પણ ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ગંભીર અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ મુળી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
