<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

બિનવારસી છૂટા છવાયા ડ્રગ્‍સના પેકેટો દરિયામાં ફેંકવાની આડમાં મોટા કન્‍સાઇમેન્‍ટ પાર પાડવાનો ઇરાદો

ડ્રગ્‍સની હેરફેર માટે માફિયાઓ નવતર ઉપાય કરી રહ્યાનો દેશ હિત માટે સુરક્ષા સર્વે કરતા ડેજન્ર-ચાર્લી અને રોબર્ટ-રોઝીનો ઇશારો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦ :.. અરબી સમુદ્રના કચ્‍છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, અને પોરબંદર કાંઠે કેટલાંક સમયથી બિનવારસી ડ્રગ્‍સના પેકેટો મળવાનો સીલસીલો ચાલુ છે. ત્‍યારે દેશ હિત માટે સુરક્ષા હેતુ સર્વે કરીને દરિયાકાંઠા ઉપર બાજ નજર રાખતા ડેન્‍જર-ચાર્લી અને રોબર્ટ-રોઝીએ ડ્રગ્‍સ-માફીયાઓ દરિયામાં  બીન વારસુ ડ્રગ્‍સના પેકટો છૂટાછવાયા ફેંકીને અને સુરક્ષા એજન્‍સીઓની તપાસ કામગીરી દરમિયાન અન્‍ય લોકેશનથી મોટા ડ્રગ્‍સ કન્‍સાઇમેન્‍ટ પાર પાડી દેવાનો ઇરાદો હોવાની સંભાવના વ્‍યકત કરી છે.

ડેન્‍જર-ચાર્લી અને રોબર્ટ-રોઝીના સર્વેમાં જણાવેલ કે અરબી સમુદ્ર કાંઠે સમયાંતરે બિનવારસુ ડ્રગ્‍સના પેકેટો મળે છે.

સુરક્ષા એજન્‍સીઓ આવા બિનવારસી ડ્રગ્‍સના પેકેટોની ઉંડાણપૂર્વક તપાસ કરે છે પરંતુ કોઇ સુરાગ હાથ આવતો નથી.

ત્રણેક દિવસ પહેલા પોરબંદરના અતિ સંવેદનશીલ દરિયાકાંઠા ગોસા બારા અને ટૂકડાં દરિયાકાંઠે નશાકારક હસીસના ૩  પેકેટો કે જેની કિંમત અંદાજે ર લાખ ઉપર થાય તે ડ્રગ્‍સના પેકેટો બિનવારસી મળી આવ્‍યા હતાં.

આ પહેલા ઓડેદરા કાંઠે ચરસના ર પેકેટો નવણીયાત મળી આવ્‍યા હતાં. પોરબંદર દરિયાકાંઠો અતિ સંવેદનશીલ જાહેર કરેલ છે અગાઉ એક જહાજમાંથી એટીએસ દ્વારા ૪ આતંકવાદીઓ પકડી લીધો હતાં.

ડ્રગ્‍સ માફીયાઓ ડ્રગ્‍સ હેરાફેરી માટે નવતર ઉપાય કરી રહ્યાનું તેમજ દરિયામાં છૂટાછવાયા બિનવારસુ ડ્રગ્‍સના પેકેટો ફેંકીને સુરક્ષા એજન્‍સી આ બિનવારસુ ડ્રગ્‍સના પેકેટોની તપાસ કામગીરી કરે તે દરમિયાન ડ્રગ્‍સ માફીયાઓ દરિયામાં અન્‍ય લોકેશનમાં બારોબાર મોટા ડ્રગ્‍સ કન્‍સાઇમેન્‍ટ પાર પાડવાનો બદઇરાદો ડ્રગ્‍સ માફીયાઓ ધરાવતા હોવાનું ડેન્‍જર-ચાર્લી અને રોબર્ટ-રોઝીના સુરક્ષા સર્વે ઉપરથી ઇશારો થયા છે. 

(10:22 AM IST)