<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

હળવદ રેલવે સ્‍ટેશને પાટિયા ગ્રુપના સહયોગથી સ્‍વ. હસુમતીબેન મણિલાલભાઈ દવેના સ્‍મરણાર્થે આર.ઓ. પ્‍લાન્‍ટ અને વોટર કૂલરનું ભૂમિપૂજન

(દીપક જાની દ્વારા) હળવદ, તા. ૧૦: હળવદ રેલવે સ્‍ટેશન ખાતે મુસાફરોને પીવાના શુદ્ધ અને ઠંડા પાણીની અછતનો સામનો કરવો પડતો હતો. આ સમસ્‍યાને ધ્‍યાનમાં રાખીને, પાટિયા ગ્રુપે સ્‍વર્ગસ્‍થ હસુમતીબેન મણિલાલભાઈ દવેની સ્‍મળતિમાં રેલવે સ્‍ટેશન પર વોટર કૂલર અને આરઓ પ્‍લાન્‍ટ સ્‍થાપિત કરવાનો ઉમદા નિર્ણય કર્યો છે. આ સુવિધા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે એક સમર્પિત વોટર કૂલર રૂમ પણ બનાવવામાં આવશે.

આ ઉમદા પહેલના ભાગરૂપે,  પાટિયા ગ્રુપના સભ્‍યો અને રેલવે વિભાગના અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સ્‍ટેશન માસ્‍તર બિરેશકુમાર, સંજય તિવારી, શહેર ભાજપ પ્રમુખ તપનલાલ , પાટિયા ગ્રુપના ધર્મેશ શાહ, ડી.સી. દસાડીયા, શનિ ત્રિવેદી, આશિષ દવે સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. શાષાી નિલેશભાઈ રાવલ દ્વારા શાષાોક્‍ત વિધિ મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્‍યું હતું. આ તકે, કોન્‍ટ્રાક્‍ટર સચિનભાઈ પ્રજાપતિને કુમકુમ તિલક કરીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

રેલવે વિભાગ દ્વારા પણ આ કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી છે. પાટિયા ગ્રુપની આ પહેલથી હળવદ રેલવે સ્‍ટેશન પર આવતા-જતા હજારો મુસાફરોને શુદ્ધ અને ઠંડા પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થશે, જે તેમની મુસાફરીને વધુ સુખદ બનાવશે.

(10:28 AM IST)