તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 10th June 2025
ભેસાણના નવી ધારી ગુંદાળી ગામે પ્રેમ લગ્ન મુદ્દે વૃદ્ધની હત્યાની કોશિષ
મહિલા સહિત ૩ શખ્સ સામે ફરિયાદ, ગુનો નોંધી કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦ : ભેસાણના નવી ધારી ગુંદાળી ગામે પ્રેમ લગ્ન મુદ્દે વળદ્ધની હત્યાની કોશિષ મહિલા સહિત ૩ શખ્સે કરી ગંભીર ઈજા પહોંચાડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની વિગતો એવી છે કે ભેસાણ તાલુકાના નવી ધારી ગુંદાળી ગામે રહેતા ભાવેશભાઈ મનુભાઈ રાઠોડ ઉ. વ. ૩૦ના ભાઇ મહેશએ રાજેશભાઇ છગનભાઇ ચાવડાની બહેન રસીલાબેન સાથે પ્રેમ સબંધ હોય બંન્નેએ કોર્ટ મેરેજ કર્યા હતા.
આ બાબતનુ મનદુખ રાખી રવિવારે રાત્રે રાજેશ છગને ભાવેશ સાથે બોલાચાલી ઝઘડો કરી ધારીયા વડે મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરી ડાબા હાથમા ગંભીર ઇજા પહોચાડી હતી.
તેમજ યુવાનના કૌટૂંબીક કાકા બધાભાઇ મીઠાભાઇ મકવાણા ઉ. વ. ૬૦ છોડાવવા માટે વચ્ચે પડતા રાજેશ છગને પોતાની મોટરસાયકલ ભાવેશ તથા બધાભાઈ ઉપર મારી નાખવાના ઈરાદે ચડાવવાની કોશીશ કરતા ભાવેશ હટી જતા મોટરસાયકલ બધાભાઈ પર ચડાવી નીચે પછાડી દઈ માથાના પાછળના ભાગે ગંભીર જીવલેણ ઇજા પહોચાડી હતી.
તેમજ ભાવેશની મોટરસાયકલ સળગાવી દઇ રાજેશના પિતા છગનભાઈ નાનજી ચાવડા અને માતા નિર્મળાબેન છગને ભાવેશના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતાં પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ હુમલામાં ઇજા પામેલા ભાવેશભાઈને જુનાગઢ ખાતે અને બધાભાઈને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા.(૨.૯)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
