તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 10th June 2025
કોરોના કેસમાં ઉછાળો : જામનગરમાં ૧૧, મોરબી-ભાવનગરમાં ૪
એકટીવ કેસનો આંક વધવા લાગતા લોકો ચિંતીત : સાવચેત રહેવા તંત્રની અપીલ

રાજકોટ, તા., ૧૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસમાં ઉછાળો આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. દરરોજ પોઝીટીવ કેસ વધી રહયા છે. કાલે જામનગરમાં ૧૧ અને મોરબી પંથકમાં ૪ પોઝીટીવ કેસ નોંધાયા હતા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : ગઇકાલે ૧૧ પોઝીટીવ કેસ નોંધાયા હતા.
આ કેસ ડેન્ટલ કોલેજ, સમર્પણ કવાટર, પ૮ દિગ્વીજય પ્લોટ, આર્ય સમાજ સ્કુલ, લીમડા લાઇન, ઓશવાળ ગર્લ્સ બિલ્ડીંગ, પટેલ કોલોની, હવાઇ ચોક, વાલકેશ્વરી કુબેર પાર્ક, સંદીપ સોસાયટીમાં નોંધાયા છે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા ૪ કેસ નોંધાયા છે. સામે બે દર્દી રિકવર થઈ ગયા છે. જેથી હવે એક્ટિવ કેસનો આંક ૭એ પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.
હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં કોરોનાના દરરોજ મોટી સંખ્યામાં કેસો આવી રહ્યા છે. સામે મોરબી જિલ્લામાં હજુ કોરોનાના સિંગલ ડિજિટમાં જ કેસ આવી રહ્યા હોવાથી રાહત છે.
મોરબી જિલ્લામાં અગાઉ ૫ કેસ નોંધાયેલ હતા. તેવામાં ગઈકાલે નવા બે કેસ નોંધાયા છે. આ ચારેય કેસ સિટી વિસ્તારના છે.
સામે બે દર્દી રિકવર થઈ ગયા છે એટલે હવે એક્ટીવ કેસનો આંક ૭એ પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : કાલે ભાવનગરમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા છે.
શહેરના જ્વેલ્સ સર્કલ વિસ્તારમાંથી ૬૬ વર્ષીય વળદ્ધ, વિદ્યાનગર વિસ્તારમાંથી ૨૩ વર્ષીય યુવાન, ખેડૂતવાસ વિસ્તારમાંથી ૨૨ યુવતી અને ભરતનગર વિસ્તારમાંથી ૪૯ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જયારે બે દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
હવે ભાવનગર માં કુલ ૨૫ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. (૪.૨૧)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
