<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

અમરેલી માર્કેટ યાર્ડમાં પાકી કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1700 રૂપિયા અને નીચામાં 800 સુધી બોલાયો

માર્કેટિંગ યાર્ડમાં કુલ 150 બોક્સ કેરીની આવક થઇ જ્યારે કાચી કેરીના 8 બોક્સની આવક થઇ

આજે અમરેલી માર્કેટ યાર્ડમાં પાકી કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1700 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 800 રૂપિયા બોલાયો છે. યાર્ડમાં કાચી કેરીનો 20 કિલોનો ભાવ જોઇએ તો ઉંચો ભાવ 1000 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 600 રૂપિયા સુધી બોલાયો છે. અમરેલી માર્કેટ યાર્ડ દ્વારા જણાવ્યા અનુસાર આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ 150 બોક્સ કેરીની આવક થઇ છે. જ્યારે કાચી કેરીના 8 બોક્સની આવક થઇ છે.

(12:16 PM IST)