<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

સરા ચોકડીએ રોદો આવતાં કાજલબેન અને છ વર્ષનો પુત્ર સચીન બાઇકમાંથી પટકાયાઃ પુત્રનું મોત

સુરેન્‍દ્રનગરના નાડધરી ગામના પરિણીતા પતિ વસંત ઓગાણીયાના બાઇક પાછળ બેસી હળવદ માવતરે આટો મારવા જતી વખતે બનાવઃ બાળકનું રાજકોટ સારવારમાં મૃત્‍યુ : સચીન બે બહેનનો એકનો એક ભાઇ હતો

રાજકોટ તા. ૧૦: સુરેન્‍દ્રનગરના નાડધ્રી ગામે રહેતી પરિણીતા તેના ૬ વર્ષના પુત્રને તેડી પતિના બાઇક પાછળ બેસીને હળવદ રહેતાં માવતરને ત્‍યાં આટો દેવા જતી હતી ત્‍યારે સરા ચોકડીએ રોદો આવતાં તેણી અને પુત્ર બાઇક પાછળથી પડી જતાં તેણીનો અને પતિનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. પરંતુ તેના પુત્રનું  ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ નાડધ્રી ગામે રહેતો અને શાકભાજી વેંચી ગુજરાન ચલાવતો વસંતભાઇ જાદવભાઇ ઓગાણીયા (ઉ.વ.૩૦) નામનો યુવાન ગઇકાલે પોતાની પત્‍નિ કાજલબેન (ઉ.વ.૨૮) અને પુત્ર સચીન (ઉ.વ.૬)ને બાઇકમાં બેસાડી હળવદ રહેતાં સસરા ડેમીભાઇ સુખાભાઇ હળવદીયાના ઘરે આટો મારવા જતો હતો. ત્રણેય સરા ચોકડીએ પહોંચ્‍યા ત્‍યારે અચાનક બાઇકમાં રોદો આવતાં કાજલબેન અને તેનો પુત્ર સચીન પાછળથી પડી ગયા હતાં. જેમાં બાઇકનો પંખો તૂટેલો હોઇ તેનું પતરૂ બાળક સચીનને લાગી જતાંપગથી સાથળ સુધી ગંભીર ઇજા થઇ હતી.

સચીનને હળવદ અને ત્‍યાંથી સુરેન્‍દ્રનગર હોસ્‍પિટલમાં તથા ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ વહેલી સવારે તેનું મોત થઇ ગયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચ, શક્‍તિસિંહ ડોડીયાએ હળવદ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર સચીન બે બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. બનાવથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો. 

(11:36 AM IST)