News of Tuesday, 10th June 2025
ચીભડાના સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાતા હંસાબેન મોહનભાઇ દાફડા
રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય પરિવારનું ગૌરવ

રાજકોટ તા. ૧૦: લોધીકા તાલુકાના ચીભડા ગામમાં સરપંચની ખાલી પડેલ અનામત બેઠક પર ચૂંટણી થતા રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય મોહનભાઇ દાફડાના ધર્મપત્ની શ્રીમતી હંસાબેન મોહનભાઇ દાફડા બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.
હંસાબેન મોહનભાઇ દાફડાની ચીભડાં ગામમાં મહિલા અનામત સરપંચની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટણી જીતતા તેમને અભિનંદન મળી રહ્યા છે તેમ ર૦૦પ થી ર૦૦૯ જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂકયા છે. ર૦૧૦ થી ર૦૧૩ રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી તથા ફરી ર૦૧૬ થી ર૦૧૯ રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી તરીકે રહ્યા હતા. જાહેર જીવનમાં દાફડા દંપતીનું નોંધપાત્ર યોગદાન છે. શુભેચ્છકોએ તેમને ફુલહારથી સન્માનિત કર્યા હતા.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
