<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

હાઇસ્‍પીડ રેસ્‍કયુ બોટ સ્‍ટેન્‍ડબાય : ગોમતી ઘાટો પર સુરક્ષા જવાનો મુકાયા

દ્વારકાની ગોમતી નદીમાં અનિચ્‍છનિય ઘટના અટકાવવા તંત્ર સતર્ક

( વિનુભાઈ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લા ડીઝાસ્‍ટર વહીવટી તંત્ર દ્વારા હાલનાં સમયમાં બનેલા યાત્રીકોના ડૂબવાના બનાવોને જોતાં ભવિષ્‍યમાં કોઈ અનિચ્‍છનિય ઘટના ન બને તે માટે સલામતીના ભાગરૂપે દોરડા બાંધવાની કામગીરી પણ કરાઈ છે તેમજ સિકયોરીટી જવાનો ખડેપગે રાખવામાં આવ્‍યા છે. આ સાથે શ્રધ્‍ધાળુઓની સલામતીના ભાગરૂપે તાત્‍કાલીક અસરથી હાઈસ્‍પીડ રેસ્‍કયુ બોટ તેમજ રીમોટ કન્‍ટ્રોલ જેકેટ આકારની લાઈફ બોટ પણ સ્‍ટેન્‍ડ બાય રાખવામાં આવી છે.(તસ્વીર:દિપેશ સામાણી -દ્વારકા)

(2:34 PM IST)