તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 10th June 2025
કોટડાસાંગાણીના રાજગઢ પાસે અકસ્માતમાં બે યુવાનોના મોત
બે બાઇક સામસામે અથડાતા રામોદના રોહિતભાઇ દિપકભાઇ રાઠોડ (ઉ.વ.૨૪) અને રાજકોટના કરણભાઇ કમલેશભાઇ દિવેચાનું મોતઃ કિશન પડાળીયાને ગંભીર ઇજા થતા રાજકોટ ખાતે ખસેડાયો મૃતક રોહિતભાઇ નોકરી કરી ઘરે પરત ફરતો હતો અને કરણભાઇ પુત્રી અને બહેનને મુકી રાજકોટ આવતા'તાને અકસ્માત સર્જાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૦: કોટડાસાગાંણી તાલુકાના રાજગઢ ખાંડાધાર રોડ પર બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બે યુવાન નાં મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઇજા પંહોચતા સારવારમાં રાજકોટ ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ગત રાતે રાજગઢ ખાંડાધાર રોડ પર સામસામે આવી રહેલા બે બાઇક ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સરજાયો હતો. જેમા રોહિત દીપકભાઈ રાઠોડ (ઉ.વ. ૨૪) રહે. રામોદ અને કરણભાઈ કમલેશભાઈ દિવેચા (ઉ.વ. ૨૮) રહે. રાજકોટ મૂળ. રામપરા - નવાગામ નાં ઘટના સ્થળે ગંભીર ઇજાઓ ને કારણે મોત નિપજ્યા હતા.
મૃતક રોહિત તેમની સાથે કામ કરતા કિશન રસિકભાઈ પડાળીયા (ઉ.વ.૨૩) સાથે શક્તિમાનમાં નોકરી પુરી કરી બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યારે કરણભાઈ તેમની દીકરી અને બહેનને રામપરા નવાગામ ઘરે મૂકી પરત રાજકોટ ફરી રહ્યો હતો. કરણભાઈ પરણિત છે. સંતાનમાં એક દીકરી છે. છુટક મજૂરી કામ કરી પરિવાર ગુજરાન ચલાવે છે. રોહિતભાઈ એક વર્ષથી શક્તિમાનમાં નોકરી કરે છે. પરિવારમાં માતા અને બે ભાઈઓ અને એક બેહનમાં સૌથી નાનો હતો.
બનાવ ની જાણ થતાં કોટડા સાગાંણી પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. મોટી સંખ્યામાં સગા સંબંધી અને મિત્રો સિવિલ હોસ્પિટલ એકઠા થયા હતા.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
