<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

કુંકાવાવ લુણીધરના ભાયાભાઇ બગડાનું વિજકરંટ લાગતાં મોત

ઘરે કડીયા કામ ચાલતુ હોઇ બોર્ડમાં છેડા દેતી વખતે બનાવ

રાજકોટ તા. ૧૦: અમરેલીના કુંકાવાવના લુણીધર ગામે રહેતાં ભાયાભાઇ લખુભાઇ બગડા (ઉ.વ.૬૦)ને ઘરે વિજકરંટ લાગતાં ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેમનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનાર ભાયાભાઇને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે એક બહેન અને પાંચ ભાઇમાં વચેટ હતાં. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. ઘરે કડીયાકામ ચાલુ હોઇ વિજબોર્ડમાં લાઇટના છેડા ભરાવવા જતાં કરંટ લાગ્‍યાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, શક્‍તિસિંહે ઘટનાની જાણ વડીયા પોલીસને કરી હતી.

(12:00 PM IST)