<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

પાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્‍થર ઝીંકી સરાજાહેર હત્‍યા

જીવદયા પ્રેમીઓ અને હિન્‍દુ સમાજમાં રોષ ભભુકયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરપ તા.,૧૦:  પાલિતાણા શહેરમાં એક માથાફરેલ શખ્‍સે એક ગૌવંશને માથા ઉપર મોટો પથ્‍થરો ઝીંકયો હતો જે બાદ ગૌવંશ ઘટના સ્‍થળે જ ઢળી પડ્‍યું હતું અને તેમાં ગૌવંશ મોતને ભેટયું હતું. જેના સી.સી.ટી.વી.ફુટેજ સોશ્‍યલ મિડીયામાં વાયરલ થતાં જીવદયા તેમજ હિન્‍દુ સમાજમાં આરોપી સામે ભારે રોષની લાગણી ભભુકી ઉઠી હતી. જે ઘટનાના પડઘા પડતાં પાલિતાણા ગૌ સેવા સમિતિ તેમજ તેના અધ્‍યક્ષ કલ્‍પેશભાઇ પરમાર દ્વારા પાલિતાણા

ટાઉન પોલીસ મથકના પી.આઇ.ને લેખિત રજૂઆત કરી, આરોપી વિરૂદ્ધ કડકમાં કડક પગલાં તેમજ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી હતી. જેને લઇને પાલિતાણા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પાલિતાણા પોલીસે આ મામલે ગૌવંશની હત્‍યા કરનાર આરોપી હનીફ ઉસ્‍માનભાઇ ગોગદા (રહે. સોનપરી ગામ, તા. પાલિતાણા) ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વધુમાં પી.આઇ. કરમટાએ જણાવ્‍યું હતું કે, આરોપી હનીફ પાલિતાણાના કન્‍યાશાળા શોપીંગ નજીક મજુરી કરે છે તે વેળાએ ત્‍યાં હાજર હતો ત્‍યારે ગાય નજીકથી પસાર થઇ હતી અને ઢીક ઉલાળી હતી જેની દાઝ રાખી આરોપીએ પથ્‍થર ઝીંકતા તે પથ્‍થર ગાયની સાથે રહેલ ગૌવંશને વાગતા તેમનું મોત નિપજ્‍યું હતું. પોલીસે ફરિયાદી કલ્‍પેશભાઇ પરમારની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(12:10 PM IST)