<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં બફારો

પવનનું જોર ઘટતા લોકો ભારે ઉકળાટથી હેરાન

રાજકોટ, તા., ૧૦: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય બફારો અને ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને પરસેવે રેબઝેબ થઇ રહયા છે.

જુનાગઢ

જુનાગઢઃ  જૂનાગઢ સહિત સોરઠમાં ભારે ઉકળાટ, બફારો થતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે.

સોમવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીને પાર થઈ ગયું હતું અને તેની સાથે હવામાં ભેજ ઘટ્‍તા ઉકળાટ અસહ્ય બન્‍યો હતો. જેના કારણે ગરમીનું જોર વધવાની સાથે આખો દિવસ ઉકળાટ રહેતા લોકો હેરાન થઇ ગયા હતા.

દરમિયાન આજે સવારે લઘુતમ તાપમાન ૨૬.૮ ડીગ્રી નોંધાયું હતું. જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૯.૧ કિલોમીટરની રહી હતી.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૦, મહતમ તાપમાન ૩પ.૪, ભેજનું પ્રમાણ ૭૦ ટકા, પવનની ગતી ૧૪.૭ કી.મી. રહી હતી. 

(12:16 PM IST)