<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

મોરબી તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ બનવા ૫૫ ઉમેદવારોએ ભર્યા ફોર્મ

સામાન્‍ય ચૂંટણીમાં સરપંચ માટે ૪૨, સભ્‍ય માટે ૨૧૭ તથા પેટા ચૂંટણીમાં સરપંચ માટે ૧૩ અને સભ્‍ય માટે ૧૭ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧૦: મોરબી તાલુકાની ગ્રામ પંચાયતોની સામાન્‍ય તથા પેટા ચૂંટણી માટે કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્‍યારે આજે અંતિમ દિવસે ફોર્મ ભરવા ભારે ટ્રાફિક જોવા મળ્‍યો હતો. કુલ ૫૫ ઉમેદવારોએ સરપંચ બનવા ફોર્મ ભર્યા છે. હવે આવતીકાલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે.

મોરબી તાલુકાના અમરાપર (ના.), આમરણ, ઉંટબેટ શામપર, ઓમનગર, કેરાળી, કેશવનગર, ખારચીયા, ગીડચ, ગુંગણ, ધુનડા (સ.) જીવાપર (આ.), ડાયમંડનગર, ધુળકોટ, નવા સાદુળકા, નાગલપર, ફાટસર, બીલીયા, બેલા (આ.), રાજપર(કુંતાશી), રામપર (પાડાબેકર), લક્ષ્મીનગર, સોલંકીનગર, ઝીંઝુડા, ધરમપુર સહિતની ૨૪ ગ્રામ પંચાયતની સામાન્‍ય ચૂંટણી યોજનાર છે. તથા ૩૯ ગામો અને ૬૧ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે.

મોરબી તાલુકામાં સામાન્‍ય ચૂંટણીમાં સરપંચ માટે ૪૨, સભ્‍ય માટે ૨૧૭ તથા પેટા ચૂંટણીમાં સરપંચ માટે ૧૩ અને સભ્‍ય માટે ૧૭ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. હવે આવતીકાલે ફોર્મની ચકાસણી થશે. ત્‍યારબાદ તા.૧૧ના રોજ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હશે. તા.૨૨ના રોજ મતદાન થશે અને તા.૨૫ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

(12:09 PM IST)