તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
પોરબંદર જિલ્લાની ૧૯ ગ્રા.પં.ની ચૂંટણીઃ સરપંચ માટે ૫૪ દાવેદારો
સભ્યો માટે ૩૧૧ ઉમેદવારી ફર્મ ભરાયાઃ ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કુલ ફોર્મના આંકડા જાહેર અન્ય ૩૭ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીના સભ્ય માટે ૧૬ ઉમેદવારી ફોર્મ ભરાયા

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૧૦: જિલ્લાની ૧૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધીમાં સરપંચ માટે ૫૪ ઉમેદવારી ફોર્મ તેમજ સભ્યો માટે ૩૧૧ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ગ્રામપંચાયતની ચૂંટણી ૨૨ મી જૂને યોજાનાર છે.
આગામી ૨૨ જૂને ચૂંટણી યોજાનાર ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટાચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં પોરબંદર જિલ્લામાં કુલ ફોર્મના આંકડા જાહેર થયા છે. જેમાં જિલ્લાની કુલ ૧૯ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચના ૫૪ દાવેદાર અને સભ્ય માટે ૩૧૧ મુરતિયા મેદાને છે તો ૩૭ગ્રામ પંચાયતની પેટાચૂંટણીના સભ્યા માટે ૧૬ ફોર્મ ભરાયા છે.
પોરબંદર જિલ્લામાં ૧૯ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે, જેમાં પોરબંદર તાલુકામાં નવ, રાણાવાવમાં ૩ અને કુતિયાણાના સાત ગામડામાં ચૂંટણી જાહેર થઇ છે. તાલુકાવાઇસ જોઇએ તો પોરબંદર તાલુકામાં કેશોદ-લુશાળાબેરણ, શીશલી મોડવાડા સઢાણા અને અડવાણામાં ચૂંટણી યોજાશે. તો રાણાવાવ તાલુકા માં આદિતપરા,ઠોમાણા અને અમરદડ ખાતે ચૂંટણી યાોજાશે. કુતિયાણા તાલુકામાં ટીંબીનેશ દેવડા અમીપુર,અમર ચ,કવલકા અને જમરા તથા માલ ગામે ચૂંટણી યોજવામાં આવશે. જેમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે જાહેર કરવામાં આવેલ વિગતોમાં સરપંચના ૫૪ ફોર્મ ભરવામાં આવ્યા છે. જયારે સભ્યપદ માટે ૩૧૧ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે.
પોરબંદર જિલ્લામાં ૩૭ ગ્રામ પંચાયતનીપેટા ચૂંટણી યોજાશે. જેમાં પોરબંદર તાલુકામાં ૧૭, રાણાવાવ તાલુકામાં ૬ અને કુતિયાણા તાલુકામાં ૬ અને કુતિયાણા તાલુકા ૧૪ ગામડામાં પેટા ચૂંટણીનું આયોજન થયું છે. જેમાં તાલુકાવાઇઝ જોઇએ તો પોરબંદર તાલુકામાં સીમર મીત્રાળા, કચ્છ, બરડીયા, આંબારમા, ખાંભોદર, પારાવાડા, ભોમિયાવદર, શીંગડા, ખીચી, ઇશ્વરીયા, માધવપુર, પાલખડા, મીયાણી, ગોરસર-મોચા, રાણા રોજીવાડા વાછોડા ગ્રામ પંચાયતમાં વાછોડા પેટાચૂંટણીઓ અલગ અલગ ગ્રામપંચાયતની અમુક વોર્ડની યોજવામાં આવશે. રાણાવાવ તાલુકામાં ભોદ, બીલેશ્વર, જાંબુ, રામગઢ, હનુમાનગઢની પીપળિયા અને પેટાચૂંટણી યોજાનાર છે. કુતિયાણા તાલુકામાં ખાગેશ્રી, કાંસાબડ, ભોગસર, ખુનપુર, ગોકરણ, ચોટા, સેગરસ, પસવારી, છત્રાવા, ગઢવાણા, માંડવા, રેવદ્રા, કોટડા અને ચોલીયાણા ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં ભોગસર ગામે સરપંચની સીટની ચૂંટણી યોજાનાર છે. જે પૈકી માત્ર ૧૬ સભ્ય ફોર્મ ભરવામાં આવ્યા છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
