<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

પોરબંદરના હિરલબા જાડેજા અને સાગરીતોની જુનાગઢ પોલીસ દ્વારા ધરપકડ

સાયબર ક્રાઇમના ગુન્‍હામાં એસઓજી ટીમે ઝડપી લઇને પૂછપરછ- તપાસ હાથધરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૦: જુનાગઢ જીલ્લાના સાયબર ક્રાઇમના ગુનામાં પોરબંદરના હિરલબા જાડેજા તથા તેમના ૨ સાગરીતોને જૂનાગઢ એસ.ઓ.જી. ટીમે ઝડપી લીધા છે.

જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા  અને  જૂનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ રેન્‍જ સાયબર ક્રાઇમના ગુન્‍હામાં તેની ધરપકડ કરી છે. આરોપી હિરલબા જાડેજા નૈતિક માવાણી, સચીન મહેતા, હીતેષ ઓડેદરા તથા તપાસ જે ખુલે તેઓ દ્વારા પૂર્વ આયોજીત કાવતરૂ રચી પ્રતાપભાઇ ભરાડ, પારસભાઇ જોષી તથા ભરતભાઇ સુત્રેજા તથા અન્‍ય તપાસમાં ખુલે તેઓને કપટપુર્વક પ્રલોભન આપી તેઓના નામના ખોટા દસ્‍તાવેજો તથા ખોટા બિલો આધારે બોગસ પેઢીઓ બનાવડાવી તથા પેઢીઓના નામના સિક્કાઓ બનાવડાવી તેઓ ત્રણેયની જાણ બહાર તેમના નામનાં જીએસટી નંબર તથા અન્‍ય સર્ટીફિકેટ કઢાવી જે સર્ટીફિકેટ ખોટા છે તેવુ આરોપીઓ જાણતા હોવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્‍ટ ખોલાવી કપટપુર્વક ત્રણેય પાસેથી બેંકના કોરા ચેકોમાં તેમજ આરટીજીએસ ફોર્મમાં સહીઓ કરાવી તે મેળવી લઇ, સાયબર ફ્રોડ દ્વારા વિવિધ રાજયોના અલગ અલગ ભોગબનનાર પાસેથી છેતરપીંડીથી મેળવેલ રૂપીયા તે રૂપીયા સાયબર ફ્રોડના છે તેવું જાણતા હોવા છતા જાણીબુજીને સાહેદોના કુલ ૨૨ બેંક ખાતાઓમાં વારંવાર મેળવી લઇ પ્રોપરાઇટરોની જાણ બહાર બેંક એકાઉન્‍ટમાંથી નાણા ઇલેક્‍ટ્રોનીકના માધ્‍યમથી ઓનલાઇન ટ્રાન્‍સફર તથા કેસ વિડ્રોલ કરી રૂપીયાને સગેવગે કરી સાયબર ફ્રોડની ઠગાઇના નાણાનો આર્થિક લાભ મેળવી ગુનો કરેલ હતો.

 જે ગુન્‍હાની તપાસ એસ.ઓ.જી શાખા જૂનાગઢના પોલીસ ઇન્‍સ. પી.સી. સરવૈયાનાઓ ચલાવી રહેલ હોય જે તપાસ દરમ્‍યાન  (૧) હિતેષ ભીમાભાઈ ઓડેદરા, મેર ઉવ.૨૮ રહે. મુળ ગામ-કુછડી તા.જી.પોરબંદર હાલ રહે.બોખીરા, વ્રજ વાટીકા સોસાયટી, પોરબંદર, ભાડેથી-હીરલબા જાડેજાના મકાનમાં  (૨) સચીન કનકરાય મહેતા, જૈન વાણીયા ઉવ.૪૭ રહે.સી-૨૦૧, આદીનાથ એવન્‍યુ, જૈન સોસાયટી, એન.એલ. હાઈસ્‍કૂલની બાજુમાં, નરસીંગ લેન, મલાડ વેસ્‍ટ, મુંબઈ (૩) હિરલબા ભુરાભાઈ મુંજાભાઈ જાડેજા મેર, ઉ.વ.૬૦ રહે.સુરજ પેલેસ, હોટલ કાવેરી પાસે, પોરબંદરની ધરપકડ કરી છે.

(12:12 PM IST)