News of Tuesday, 10th June 2025
જામનગરમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો જંગ જામ્યો : ૨૨ જૂને મતદાન : કુલ ૨૬૬ પંચાયતો માટે ૪૦૦૦થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા! :જુઓ સંપૂર્ણ યાદી
સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણી માટે ૭૩૭ સરપંચ અને ૩૨૮૬ સભ્ય ઉમેદવારો મેદાનમાં : ૬૦ પંચાયતોની પેટાચૂંટણીમાં પણ ૧૯ સરપંચ અને ૨૫ સભ્યો લડશે : જિલ્લાભરમાં ઉત્સાહનો માહોલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, ૧૦ : જામનગર જિલ્લામાં આગામી તા. ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જિલ્લાની કુલ ૨૬૬ ગ્રામ પંચાયતો માટે સરપંચ અને સભ્ય પદ માટે ૪૦૦૦ થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જે ગ્રામીણ રાજકારણમાં ભારે ઉત્સાહ સૂચવે છે.
સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણીની વિગતો : જિલ્લાના છ તાલુકાઓમાં યોજાનારી આ ચૂંટણીઓ માટે કુલ ૭૩૭ સરપંચ પદ અને ૩૩૦૪ સભ્ય પદ માટે ફોર્મ ભરાયા હતા. ચકાસણી અને ફોર્મ પરત ખેંચાયા બાદ અંતિમ આંકડા મુજબ, ૭૩૭ સરપંચ ઉમેદવારો અને ૩૨૮૬ સભ્ય ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાનમાં છે.
તાલુકાવાર વિગત નીચે મુજબ છેઃ જામનગર (ગ્રામ્ય): ૬૫ ગ્રામ પંચાયતો માટે ૧૯૫ સરપંચ ઉમેદવારો અને ૯૨૬ સભ્ય ઉમેદવારો.
કાલાવડઃ ૭૨ ગ્રામ પંચાયતો માટે ૧૭૮ સરપંચ ઉમેદવારો અને ૭૩૦ સભ્ય ઉમેદવારો.
લાલપુરઃ ૪૭ ગ્રામ પંચાયતો માટે ૧૫૮ સરપંચ ઉમેદવારો અને ૬૭૦ સભ્ય ઉમેદવારો.
જામજોધપુરઃ ૩૪ ગ્રામ પંચાયતો માટે ૧૦૦ સરપંચ ઉમેદવારો અને ૪૪૭ સભ્ય ઉમેદવારો.
ધ્રોલઃ ૨૪ ગ્રામ પંચાયતો માટે ૫૩ સરપંચ ઉમેદવારો અને ૨૪૩ સભ્ય ઉમેદવારો.
જોડીયાઃ ૨૪ ગ્રામ પંચાયતો માટે ૫૩ સરપંચ ઉમેદવારો અને ૨૭૦ સભ્ય ઉમેદવારો.
ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીની સ્થિતિઃ સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત, જિલ્લામાં ૬૦ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી પણ યોજાશે. આ પેટાચૂંટણીઓ માટે કુલ ૧૯ સરપંચ પદ અને ૨૫ સભ્ય પદ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, અને આટલા જ ઉમેદવારો અંતિમ યાદીમાં સ્થાન પામ્યા છે.
પેટાચૂંટણી માટે તાલુકાવાર વિગતઃ જામનગર (ગ્રામ્ય): ૧૫ પંચાયતોમાં પેટાચૂંટણી હેઠળ ૪ સરપંચ ઉમેદવારો અને ૧૬ સભ્ય ઉમેદવારો.
કાલાવડઃ ૧૨ પંચાયતોમાં પેટાચૂંટણી હેઠળ ૫ સરપંચ ઉમેદવારો અને ૨ સભ્ય ઉમેદવારો.
લાલપુરઃ ૧૧ પંચાયતોમાં પેટાચૂંટણી હેઠળ ૧ સરપંચ ઉમેદવાર અને ૨ સભ્ય ઉમેદવારો.
જામજોધપુરઃ ૧૧ પંચાયતોમાં પેટાચૂંટણી હેઠળ ૪ સરપંચ ઉમેદવારો અને ૧ સભ્ય ઉમેદવાર.
ધ્રોલઃ ૫ પંચાયતોમાં પેટાચૂંટણી હેઠળ ૧ સરપંચ ઉમેદવાર અને ૨ સભ્ય ઉમેદવારો.
જોડીયાઃ ૬ પંચાયતોમાં પેટાચૂંટણી હેઠળ ૪ સરપંચ ઉમેદવારો અને ૨ સભ્ય ઉમેદવારો.
આગામી ૨૨ જૂનના રોજ યોજાનાર આ ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં પોતાના મનપસંદ ઉમેદવારને જીતાડવા માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે, અને ગ્રામ પંચાયતનું રાજકારણ ટોચ પર પહોંચ્યું છે.

(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
