News of Tuesday, 10th June 2025
ખંભાળીયામાં તેલી નદી કાંઠે છ જેટલી દુકાનોનું ડિમોલેશન

ખંભાળીયા, તા. ૧૦: પાલિકા દ્વારા ઘી તથા તેલી નદીમાં ગંદકી અટકાવવાની કરોડો રૂપિયાના પ્રોજેકટનો અમલ કરવા માટે નદીની બન્ને તરફે દબાણો પર ડીમોલેશનની કામગીરી શરૂ કરી છે જેમાં ગઇકાલે તેલી નદીના કાંઠા પર રેલ્વે સ્ટેશન જતાં રસ્તા પર છ જેટલી દુકાનોનું પણ ડીમોલેશન કરવામાં આવ્યું હતું.
સ્ટેશન રોડ પર અડીને મોકાની જગ્યા કે જયાં નાની દુકાનો પણ ૪૦/પ૦ લાખમાં વેચાય છે તેવી ક્રિમ ગણાતી જગ્યા પર વર્ષોથી દબાણ કર્તાઓ દુકાનો બનાવી બેઠા હતા તો એક જગ્યાએ તો બીજો માળ પણ ચણી લીધો હતો. ગેરકાયદે જગ્યા પર આ તમામનું ડીમોલેશન કરીને જમીન દોસ્ત કરવામાંઆવ્યું હતું. રેલ્વે સ્ટેશન રોડ પર તેલી નદીના પુલ પાસે હાલ જે દુકાનોના દબાણો હટાવવા તેની પાછળના ભાગમાં પણ મકાનો બની ગયા હોય તેને પણ હટાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે તો મીડલ સ્કુલની પાછળ, જી.વી.જે. હાઇસ્કુલની પાછળ, નાયરા પંપની પાછળનો ભાગ કે જયાં નદીનું વહેણ નીકળે છે તેના કાંઠા પર પણ મકાનો દબાણો વંડા થઇ ગયા હોય તેને પણ તોડી પાડવાનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે. ખાલી ઘી તેલી નદીના કાંઠા ચોખા કરવામાં ૮૦ થી ૧૦ દબાણો દુર થઇ જતા તે પછી નદીના કાંઠા પર નિયમ મુજબ કામગીરી થશે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
