News of Tuesday, 10th June 2025
અંજારના સીમ વિસ્તારમાં ડિમોલિશન:આરોપી મુસ્તાક ઉર્ફે મુસીયો નજમુદ્દીન બાયડનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
આરોપી વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ દાખલ : ખૂનની કોશિશ, રાયોટીંગ પ્રોહિબિશન, મારામારીના શરીર સંબંધી ગુનાઓ નોંધાયા છે

અંજારઃ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની સૂચના બાદ અંજારના સીમ વિસ્તારમાં ડિમોલિશનની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપી મુસ્તાક ઉર્ફે મુસીયો નજમુદ્દીન બાયડનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, આરોપીના રહેણાંક સ્થળે અંજાર સીમ વિસ્તાર રોટરી નગર વીડી રોડ ઉપર આરોપીએ રેવન્યુ સર્વે નંબર 43 (આડા) અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ હસ્તક છે. તેના ઉપર ગેરકાયદેસર અંગત વસવાટ અને ગુના આચરવામાં માટે મકાન બનાવ્યું હતું. તે આરોપીએ સ્વેચ્છાએ તોડી પાડ્યું હતું.
આ આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. આરોપી વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ દાખલ છે. જેમાં ખૂનની કોશિશ, રાયોટીંગ પ્રોહિબિશન, મારામારીના શરીર સંબંધી ગુનાઓ નોંધાયા છે.
અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા ખુલ્લી કરવામાં આવેલી જમીનની કિંમત અંદાજે 22,03,800 લાખ રૂપિયા થાય છે. જેમાં બાંધકામના રૂપિયા 6,00,000 લાખ તથા પ્લોટ 222.75 સ્ક્વેર મીટરની કિંમત 16,03,800 લાખ જેટલી થાય છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
