News of Tuesday, 10th June 2025
મોરબી નજીકના જોધપર ગામે ટીટોડીએ ઉંચાઈએ બે ઈંડા મૂક્યા, ચોમાસુ સારું રહેવાનું અનુમાન.
મચ્છુ ડેમ પાસે પટેલ કન્યા છાત્રાલય સામે આવેલી એક ગોડાઉનના ત્રીજા માળે છત પર ટીટોડીએ ઈંડા મૂક્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ચોમાસું નજીક આવી રહ્યું છે. ત્યારે મોરબીના જોધપર ખાતે મચ્છુ ડેમ પાસે પટેલ કન્યા છાત્રાલય સામે આવેલી એક ગોડાઉનના ત્રીજા માળે છત પર ટીટોડીએ ઈંડા મૂક્યા છે. ટીટોડીએ ઉંચાઈ પર ઈંડા મૂકતા ચોમાસુ સારુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટીટોડીએ જે બિલ્ડિંગ પર ઈંડા મૂક્યા છે તે બિલ્ડિંગના માલિકે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી ટીંટોડી આ જ જગ્યાએ ઈંડા મૂકે છે.
ટીટોડી 4 ઈંડા મૂકે તો સારો વરસાદ, ઊંચાઈએ મૂકે તો વ્યાપક વરસાદ અને ઈંડા વહેલા મુકે તો ચોમાસુ વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે. ત્યારે મોરબીના જોધપર ખાતે ટીટોડીએ ઉંચાઈએ ઈંડા મૂકતા ચોમાસુ સારું રહે તેવી શક્યતા છે. જો કે ટીટોડી સામાન્ય રીતે ત્રણ ઈંડા મૂકતી હોય છે પરંતુ અહીંયા ટીટોડીએ બે જ ઈંડા મૂક્યા છે.એટલે કે શ્રાવણ માસમાં સારો વરસાદ થવાની શક્યતા છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
