News of Tuesday, 10th June 2025
મોરબીની રવિવારી બજાર અને જૂના બસ સ્ટેન્ડમાંથી ચોરાયેલ સ્પ્લેન્ડર અને પલ્સર બાઈક સાથે બે શખ્સો હળવદમાં પકડાયા
હળવદ પોલીસે બન્ને બાઈક કબ્જે લઈ પકડાયેલા બે શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ ધરી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબીની રવિવારી બજાર અને જૂના બસ સ્ટેન્ડમાંથી ચોરાયેલ સ્પ્લેન્ડર અને પલ્સર બાઈક સાથે બે શખ્સો હળવદમાં પકડાયા છે. હળવદ પોલીસે બન્ને બાઈક કબ્જે લઈ પકડાયેલા બે શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ દ્વારા મોરબી ચોકડી ખાતે વાહન ચેકીંગ દરમ્યાન એક શંકાસ્પદ સ્પલેન્ડર મોટર સાયકલ સાથે બે શખ્સો નીકળતા તેઓની પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી બન્ને શખ્સો મહેશભાઈ રાજુભાઈ વઢીયાર (હાલ રહે. મોરબી કાલીકા પ્લોટ ) અને મનોજભાઈ વરસીંગભાઈ જહાચીયા વઢીયારા( હાલ રહે. હળવદ જીન પ્લોટ વિસ્તારવાળા) ની આગવી ઢબે પુછપરછ કરતા પોતે મોરબીના જુના બસ સ્ટેશન તથા મોરબી પાડા પુલ નીચે રવિવારી બજારમાથી બે મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા સ્પ્લેન્ડર અને પલ્સર બાઈક રીકવર કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઈ આર.ટી.વ્યાસ, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ બહાદુરસિંહ, પો.કોન્સ. યુવરાજસિંહ નીરૂભા હરપાલસિંહ રાજુભાઇ, મુકેશભાઈ રઘુભાઈ રોકાયેલ હતા.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
