તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 10th June 2025
ગીર સોમનાથમાં કોરોનાના 5 નવા કેસ નોંધાયા : વેરાવળમાં 50 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર
વેરાવળમાં 2 કેસ અને તાલાલા, કોડીનાર તથા પ્રભાસ પાટણ સોમનાથમાં 1-1 કેસ: તમામ પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રખાયા : 17 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ જૂનાગઢ મોકલાયા

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. વેરાવળમાં 2 કેસ અને તાલાલા, કોડીનાર તથા પ્રભાસ પાટણ સોમનાથમાં 1-1 કેસ સામે આવ્યા છે.
છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. 17 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ જૂનાગઢ મોકલવામાં આવ્યા હતા. તમામ પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
જિલ્લા વડામથક વેરાવળની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 50 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે
જિલ્લા તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા અને તબીબી સલાહ લેવા સૂચના આપવામાં આવી છે. વૃદ્ધો, બાળકો અને ગંભીર બીમારીવાળા લોકોએ વિશેષ તકેદારી રાખવાની જરૂર છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
