<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

મોરબીના લીલાપર ગામે મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ.

પોલીસે રૂ ૭૬૫૦ નો મુદામાલ જપ્ત કરી બે આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : લીલાપર ગામે મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સહિત પોલીસે રૂ ૭૬૫૦ નો મુદામાલ જપ્ત કરી બે આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર ગામની સીમમાં રહેતા આરોપી નીલેશ નાગજીભાઈ દેગામાંના કબ્જા વાળા મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી ચાલુ દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી પોલીસે સ્થળ પરથી ગરમ આથો ૫૦ લીટર, ઠંડો આથો ૧૦૦ લીટર, ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૭૬૫૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી નીલેશ નાગજી દેગામાં અને જગદીશ જેસંગ ફીસડીયા એમ બે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:22 PM IST)