<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th June 2025

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોગ શિબિર:10 હજારથી વધુ યોગપ્રેમીઓ યોગાભ્યાસ કરશે

મુખ્યમંત્રી, કાર્યક્રમમાં સહભાગી થયેલા યોગપ્રેમીઓને યોગના પ્રાચીન જ્ઞાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ આપશે: રમતગમત મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

અમદાવાદ : વિશ્વ યોગ દિવસ-2025ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલ 11 જૂનના રોજ સવારે 5.30 થી 7.30કલાક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના અધ્યક્ષ સ્થાને યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ઇવેંટ સેન્ટર ખાતે આયોજિત આ વિશિષ્ટ યોગશિબિરમાં આશરે 10  હજારથી વધુ યોગપ્રેમીઓ યોગાભ્યાસ કરશે. 

  તદુપરાંત મુખ્યમંત્રી, કાર્યક્રમમાં સહભાગી થયેલા યોગપ્રેમીઓને યોગના પ્રાચીન જ્ઞાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ આપશે. આ અવસરે રમતગમત મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

(12:11 AM IST)