તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th June 2025
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ
જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની આગામી બેઠકની તારીખ મુકરર થયે જાણ કરવામાં આવશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ગ્રામ પંચાયતોની સામાન્ય /વિભાજન /મધ્યસ્થ સત્ર પેટા ચૂંટણીઓ- 2025 જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલમાં છે. જેથી હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાના કારણોસર આગામી મોરબી જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની આગામી બેઠકની તારીખ મુકરર થયે જાણ કરવામાં આવશે જેની સર્વેએ નોંધ લેવા મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
