તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની ગરમી: સરપંચ અને સભ્ય પદ્દ માટે કુલ ૧૬૬૨ ઉમેદવારો મેદાનમા
૧૬૬ પૈકી ૩૦ ગામો સમરસ ૧૩૬ માં ૨૯૪ ઉમેદવારો વચ્ચે સરપંચની ચૂંટણી, ૨૪૧ ગ્રામ પંચાયતમાં સામાન્ય અને પેટા ચૂંટણી માટે ૧૩૬૮ ઉમેદવારો મેદાનમા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : આગામી ૨૨ જૂનના રોજે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીએ કચ્છમાં રાજકીય ગરમાટો સર્જ્યો છે. ફોર્મ પાછા ખેંચવા સુધી ભારે ધમધમાટ રહ્યા બાદ હવે ચૂંટણીનું અંતિમ ચિત્ર ક્લિયર થઈ ગયું છે. કચ્છના ૧૬૬ ગામોમાં સરપંચ સહિત કુલ મળી ૨૪૧ ગામોમાં સામાન્ય અને પેટા ચૂંટણી થશે. આ ચૂંટણીમાં અંતિમ ચિત્ર મુજબ ૧૬૬ પૈકી ૩૦ ગ્રામ પંચાયતો સમરસ થતાં ૧૩૬ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ્દ માટે ૨૯૪ ઉમેદવારો મેદાનમાં છે. કુલ ૨૪૧ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીની બેઠકો માટે ૧૩૬૮ ઉમેદવારો મેદાનમાં છે. સરપંચ અને સદસ્યો મળી કુલ ૧૬૬૨ ઉમેદવારો મેદાનમાં છે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
