<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

સાવરકુંડલામાં સાર્વજનીક દવાખાનામાં હોમિયોપેથીક વિભાગ કાર્યરતઃ ડો. અમી પાંધી સેવા આપશે

લલ્લુભાઇ શેઠ આરોગ્‍ય મંદિરના પૂર્વ તબીબ દર ગુરૂવારે રાહતદરે સારવાર આપશે

(દિપક પાંધી દ્વારા) સાવર કુંડલા તા. ૧ર :.. સાવરકુંડલા ખાતે વેદકીય રાહત મંડળ ટ્રસ્‍ટ દ્વારા શહેરના સાવર અને કુંડલા એમ બંને વિભાગમાં  દવાખાના ચલાવવામાં આવે છે જે દવાખાનામાં રાહત દરે દર્દીઓની સારવાર કરવામાં આવે છે હાલ કુંડલા વિભાગના શેઠ શેરી ખાતે આવેલા સાર્વજનિક દવાખાનામાં ડો. નરેશ હડિયા અને સાવર વિભાગમાં આઝાદ ચોક ખાતે ના દવાખાનામાં ડો.સુહાનીબેન સવટ  દાંત ના વિભાગ માં કાર્યરત છે અને દર્દીઓની રાહત દરે સારવાર કરવામાં આવી રહી છે તેમાં હવે કુંડલા વિભાગના શેઠ શેરી ખાતે આવેલા સાર્વજનિક દવાખાનામાં હોમિયોપેથિક વિભાગ આવતી કાલથી ચાલુ કરવામાં આવી રહ્યો છે ટ્રસ્‍ટના પ્રમુખ ભુપેશભાઈ મહેતા અને મંત્રી હિતેનભાઈ દોશીની ભાવના હતી કે સાવરકુંડલા શહેર અને પંથકના જૂના હઠીલારોગ, એલર્જીથી થતા રોગ, માનસિક રોગ, મહિલાઓના રોગ ની આડઅસર રહિત સચોટ અને અક્‍સિર સારવાર સાવરકુંડલા માં જ મળવી જોઈએ.

 આવા શુભ હેતુથી શેઠ શેરી ખાતે હોમિયોપેથિક વિભાગ શરૂ કરવામાંઆવી રહયો છે આજથી શરૂ થયેલ. આ વિભાગમાં મૂળ સાવરકુંડલાના જ અને હાલ રાજકોટ ખાતે પોતાનું કલીનિક ચલાવતા અને સાવરકુંડલા ના લલ્લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિરના ભૂતપૂર્વ સફળ ડોક્‍ટર અમી પાંધી દર માસ ના બીજા ગુરુવારે પોતાની સેવા રાહત દરે પૂરી પાડશે તો જુના હઠીલા, એલર્જી ના ચામડી ના દર્દીઓ ને આ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. ડો. અમી પાંધી (મો. ૭૮૭૪૪ ૪૪૧૬૧)

(10:08 AM IST)