News of Thursday, 12th June 2025
થાનગઢમાં દિવાલના ઝઘડામાં પાડોશીની હત્યા
બીજો માળ ચણવા સહિયારી દિવાલ ચણવા ચાલતા ઝઘડામાં મારામારી સર્જાઇ

વઢવાણ તા.૧૨: થાનગઢમાં વિરાટનગરમાં મકાનની સહિયારી દીવાલ મામલે ૨ પાડોશી વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એકને ઇજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં અવસાન થતા મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છે.
વિગત મુજબ વિરાટગરના રહિશ દિલિપભાઇ બચુભાઇ મકવાણા ઘર બહાર હતા તે દરમિયાન ઘરની બાજુમાં રહેતા પાડોશી પ્રશાંતભાઇએ તેમના બન્ને મકાન વચ્ચે બીજા માળની સહિયારી દીવાલ ૪થી ૫ વર્ષ પહેલા તેમના મકાનનો બીજો માળ ચણેલ ત્યારે ચણતર કરી હતી. તે મામલે ઝઘડો કરવા લાગ્યા હતા.
આ પછી આ પ્રશાંતભાઇએ આપણા બન્ને વચ્ચેની દીવાલ મેં બનાવી છે તમે બીજા માળ બનાવો ત્યારે મને સહિયારી દીવાલના પૈસા આપવાના રહેશ. તેની હા પાડી હતી. જ્યારે દિલિપભાઇએ ઉપરના માળનું કામ ચાલુ કરાવ્યું ત્યારે પ્રશાંતભાઇએ દીવાલના પૈસા આપવા જણાવ્યું તો દિલીપભાઇએ પછી આપી દઇશ જણાવ્યું હતું. આથી પ્રશાંતભાઇએ પૈસા માગતા ઝઘડો કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેનું મનદુખ રાખી ૮-૬-૨૦૨૫ના રોજ પ્રશાંતભાઇ અને હિરેનભાઇએ દીવાલના પૈસા મામલે ઝઘડો કરી દિલિપભાઇ મકવાણાને છાતીના ભાગે લાકડીથી ઇજા કરી હતી.
આથી જ્યારે તેમનો દીકરો અક્ષય અને તેમના પત્નિ બિયદીયા બચાવવા આવતા તેમને પણ લાકડીથી માર માર્યો હતો. આ બનાવ બનતા લોકો ભેગા થઇ ગયા ત્યારે હુમલો કરનાર બન્ને પૈસા આપી દેજો નહીં તો ઘરે રહેવું ભારે પડી જશે, મારી નાંખીશું કહી જતા રહ્યા હતા. દિલિપભાઇને ઇજા થતાં થાન સરકારી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સિવિલમાં લઇ જવાયા હતા. જ્યાં તબીયત વધુ ખરાબ થતાં અમદાવાદ સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં દિલિપભાઇનું મોત થયુ હતું. આમ હુમલાનો બનાવ હત્યામાં પરિણમતા થાનના પ્રશાંતભાઇ જાદવ, હિરેનભાઇ જાદવ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.(૨.૭)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
