<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

સાવરકુંડલમાં વટ સાવિત્રીનું મહિલા દ્વારા પુજનઃ

 

સાવરકુંડલા શહેર ના જેસર રોડ સરદાર ભવન પાસે બાપા સીતારામ ની મઢુંલી ખાતે ગોરાણી માઁ રેખાબેન યોગેશભાઈ પંડ્‍યા દ્વારા મોટી સંખ્‍યામાં મહિલાઓને વડ સાવિત્રી નું પૂજન, અર્ચન, વાર્તા, આરતી કરાવી હતી વડ સાવિત્રી નું વ્રત હિંદુ ધર્મમાં એક અત્‍યંત મહત્‍વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે જે જેઠ મહિનાની પૂનમ ના દિવસે ઉજવવામાં આવે છે. આ વ્રત પરિણીત મહિલાઓ દ્વારા તેમના પતિના લાંબા આયુષ્‍ય, સારા સ્‍વાસ્‍થ્‍ય અને સુખી દામ્‍પત્‍ય જીવન માટે રાખવામાં આવે છે. આ દિવસે, મહિલાઓ સૂર્યોદય પહેલાં તાાન કરીને શુદ્ધ વષાો ધારણ કરે છે અને વડના વળક્ષની પૂજા કરે છે. વડ સાવિત્રી વ્રત દેવી સાવિત્રી અને સત્‍યવાનની કથા સાથે ગાઢ રીતે જોડાયેલું છે.

 વડના વળક્ષને ભગવાન બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશનું સ્‍વરૂપ માનવામાં આવે છે પૂજામાં ફળ, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને અન્‍ય પૂજા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે વાર્તાનું પઠન કરવામાં આવે છે આ વ્રત દ્વારા મહિલાઓ પોતાના દામ્‍પત્‍ય જીવનમાં સુખ-શાંતિ અને સમળદ્ધિની કામના કરે છે. તે પતિ-પત્‍નીના સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને પરસ્‍પર પ્રેમ અને સમજણને પ્રોત્‍સાહન આપે છે. (તસ્‍વીર-અહેવાલ ઇકબાલ ગૌરી-સાવરકુંડલા)

(11:21 AM IST)