News of Thursday, 12th June 2025
પોરબંદરમાં ૩ લાખના સોનાના વેઢલાની લૂંટ કરનાર આરોપી મહિલા ઝડપાઇ
મીલપરામાં રહેતા બહેનના કપાળે બામ ઘસતી વખતે પોણા ચાર તોલાના ર વેંઢલા બળજબરીથી ઉતારી લીધા હતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧રઃ મીલપરામાં રહેતા લીરીબેન દેવાભાઇને પોતાના ઘેર બોલાવીને કપાળે બામ ઘસી દેવાનું કહીને બામ ધસતી વખતે બળજબરીથી સોનાના પોણા ચાર તોલાના ર વેઢલા બળજબરીથી ઉતારી લેનાર આરોપી વેજીબેન ઉર્ફે વાલીબેનને પોલીસ ગણતરીના કલાકમાં પકડીને ગુન્હો નોંધ્યો છે.
કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩ની ક. ૩૦૯(૬) મુજબનો ગુન્હો નોંધાયેલ જેમાં ફરીયાદી લીરીબેન દેવાભાઇ કુછડીયા (ઉ.વ. ૭પ) ધંધો નિવૃત રહે. ઝુંડાળા શેરીના આશરુરુે સાંજના છએક વાગ્યાની આસપાસ વેજીબેન ઉર્ફે વાલીબેન સવદાસ નાગાભાઇ બોખીરીયા રહે. ઝુંડાળા વાળીએ તેના ઘરે ફરીયાદી બહેન લીરીબેનને બોલાવી અને ફરીયાદી બહેનને કપાળે બામ લગાવી અને આંખમાં બામ ઘસી ઇજા કરી ફરીયાદી બહેનના બંન્ને કાનના વેઢલા આશરે પોણા ચાર તોલા આશરે કિ. રૂ. ૩,૦૦,૦૦૦/-ના બળજબરીથી કાઢી લઇ લુંટ કરેલ હતી. કમલાબાગ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર. સી. કાનમિયા પોલીસ સ્ટાફને બોલાવી આ ગુન્હા અન્વયે આરોપી તથા મુદામાલ શોધી કાઢવા સુચના બાદ આરોપીને કમલાબાગ પોલીસ સ્ટેશન લાવી યુવકતી પુછપરછ કરતા આરોપી બહેને ગુન્હાની કબુલાત આપેલ સદર ગુન્હાનો મુદામાલ શોધી કાઢી આરોપી તથા મુદામાલને પકડી ગુન્હાને ડીટેકટ કરવામાં આવેલ છે. (૭.૧૮)
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
