<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

લોધીકાના ચાંદલી ગામે વાડીમાં જુગાર રમતા ૪ શખ્‍સો પકડાયા

જયેશ સરધારા જુગાર રમાડતો'તોઃ ૬ર,પ૦૦ની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૧રઃ લોધીકા પોલીસે ચાંદલી ગામે વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર રેઇડ કરી જુગાર રમતા ૪ શખ્‍સોને ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ ચાંદલી ગામથી પીપરડી ગામ તરફ જતા રોડ પર પરમહંશ આશ્રમની સામે જયેશ તુલશીભાઇ સરધારા તેની વાડીના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા લોધીકા પોલીસે રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક (૧) જયેશ તુલશીભાઇ સરધારા ધંધો-ખેતીકામ, (ર) ચંદુ રામજીભાઇ મોરડ ધંધો ખેતી (૩) ભરત લવજીભાઇ સરધારા ધંધો-ખેતી તથા (૪) મનસુખ ધનાભાઇ સરધારા ધંધો ખેતી રે. તમામ ચાંદલી ગામને રોકડા રૂા. ૬ર,પ૦૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

(11:27 AM IST)