News of Thursday, 12th June 2025
જામનગર નજીક લાખાબાવળમાં એક મહિલાને ગઈ રાતે પ્રસુતિની પીડા ઉપડ્યા બાદ ૧૦૮ ની ટીમે વાડી વિસ્તારમાં જ સફળ ડિલિવરી કરી
માતા પુત્ર બંનેને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા : ગાયનેક વિભાગમા માતા અને પુત્ર બંનેની તબિયત સ્વસ્થ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૨ : જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં વાડી વિસ્તારમાં રહેતી આરતીબેન વિજયભાઈ નામની ૨૦ વર્ષની પરણીતા, કે જેને ગત રાત્રે પ્રસુતિની પીડા ઉપડી હતી, જેથી તેમણે તાત્કાલિક અસરથી ૧૦૮ ની ટીમને જાણકારી હતી.
આથી સમર્પણ લોકેશનના ૧૦૯ ના ઇએમટી દિપાલી પંડ્યા અને પાયલોટ ગજેન્દ્ર સિંહ જાડેજા તુરતજ મોડી રાત્રે લાખાબાવળ ગામે પહોંચ્યા હતા. ત્યાં પરિસ્થિતિ જોતાં મહિલાની હાલત નાજુક હોવાનું અને તેના પેટમાં રહેલા બાળક ની નાળ ગળામાં ફસાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી ઇમરજન્સીમાંજ વાડીવિસ્તારમાં સ્થળ પર જ ડીલેવરી કરવાનો વારો આવ્યો હતો, અને તે ડીલેવરી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. અને આરતી બેને એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા પુત્ર બંનેને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
જ્યાં ગાયનેક વિભાગ માતા અને પુત્ર બંનેની તબિયત સ્વસ્થ હોવાનું જાહેર કર્યું હતું, અને તેઓને સારવાર આપવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહીને લઈને ટઆરતીબેન ના પરિવારજનોએ સમયસર અને સફળ ડીલેવરી કરનાર ૧૦૮ ની ટીમનો આભાર માન્યો હતો.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
