News of Thursday, 12th June 2025
ટંકારાના હરિપરમાં સગર્ભા દ્વારા કાપડમાં શ્લોક લખીને ગર્ભસંસ્કારની અનોખી વિધી
ભાગિયા પરિવારનાં ૪ર સભ્યોના સંયુકત પરિવારમાં રહેતા પુત્રવધુ નવલીકાબેન નિશિધભાઇએ અનોખી કેડી કંડારી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૧રઃ ટંકારા તાલુકાના હરિપરની સગર્ભાએ ગર્ભ સંસ્કાર માટે કાપડમાં ભગવત ગીતાના ૭૦૦ શ્લોક અને ધાર્મિક પ્રતિકો થકી અનોખી કેડી કંડારી છે.
ટંકારા તાલુકાના હરિપર ગામે શિક્ષિત ભાગિયા પરીવારના ૪૨ સભ્યોનો સંયુક્ત કુટુંબમાં રહે છે. પુસ્તક અને પ્રકુતી સાથે પ્રેમાળ પુત્રવધૂ નવલિકાબેન નિશિધભાઈ સગર્ભા હોય ગર્ભ સંસ્કાર અવસ્થામાં ઈન્ટરનેટ કે ઈતર પ્રવળત્તિ બદલે પુસ્તક વાંચન વેળાએ આ ધરતી ઉપર અવતરણ પામનાર સંતાન શ્રેષ્ઠ સશકત બુદ્ધિશાળી ગુણવાન કરૂણાસભર બની સમાજના હિતમાં અને હક્કમાં હર હંમેશ અગેસર રહે ના ઉતમ વિચારે ભગવત ગીતાના શ્લોકમાં ગરકાવ થઈ ગયા અને વાંચન વેળાએ ૭૦૦ શ્લોક કાપડમાં કલમ વડે કંડારી ગર્ભમાં રહેલ બાળક સાથે સંવાદનો સિલસિલો શરૂ થયો. અને અનોખી રીતે આગમન તૈયારી માં કપડાં પારણું મોજા સહિતના કપડામાં ધાર્મિક સામાજિક અને વહેવારિક વૈચારિક ક્રાંતિ લાવવા માટે ઉતમ ઉદાહરણો વાકયો લખી ગર્ભ સંસ્કાર ની અનોખી વિધી કરી છે.
નવલિકાબેન નિશિધભાઈ ભાગિયા જણાવે છે કે વર્તમાન સમયમાં હાથમાં બંસરી નહી પરંતુ સુદર્શન ચક્રની આવશ્યકતા છે ત્યારે બાળક માતાના કુખમા થયેલ પાલન પોષણ વિચાર વૈજ્ઞાનિક રીતે સ્વીકળત પામી છે માટે આ કાર્ય કરવાનો નિર્ણય કર્યો જેમાં ત્રણેક મહિના સુધી સતત શ્રીમદ ભગવત ગીતા અને સમાજના શ્રેષ્ઠ સેવકો સંતો સાહસિકો ક્રાંતિવિરોની કલ્પના થકી આવનાર બાળકની પુષ્ટભુમી તૈયાર કરવા પ્રયત્ન કર્યો હતો. પોતે ગૌરવ સાથે જણાવે છે કે અમારૂ કુટુંબ ૪૨ સભ્યોનું છે અને સંયુક્ત રીતે રહેતા હોય આ વેળાએ અધરૂ કામ સરળતાથી સકય બન્યું.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
