News of Thursday, 12th June 2025
ભાયાવદરના ખીરસરા (ઘેટીયા) ગામે ર.પ૦ લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો
મગફળીના પાણ નીચે દારૂનો જથ્થો સંતાડયો'તોઃ કૈલાસ ભારાઇની શોધખોળ

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો અને ભાયાવદર પોલીસ સ્ટાફ નજરે પડે છે.
રાજકોટ, તા., ૧ર : ભાયાવદર પોલીસે ખીરસરા (ઘેટીયા) ગામની સીમમાં રેઇડ કરી મગફળીના પાલા નીચે સંતાડેલ ર.પ૦ લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડી પાડી દારૂનો જથ્થો મંગાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક હિમકર સિંહએ પ્રોહીબીશન તથા જૂગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ, ધોરાજીના માર્ગદર્શન હેઠળ ભાયાવદરના પો. ઇ. વી. સી. પરમાર સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકતના આધારે ઉપલેટા તાલુકાના ખીરસરા (ઘેટીયા) ગામે ધણફુલીયા નામની વાડીમાં આવેલ ઓરડીમાં મગફળીના પાલામાં સંતાડી રાખેલ વિદેશી દારૂ ને બિયર કિ. રૂા. ર,પ૦,૬૮૦ નો મુદામાલ પકડી પાડી આ દારૂનો જથ્થો મંગાવનારા કૈલાશ ઉર્ફે કઇલો કારાભાઇ ભારાઇ રહે. ખીરસરા (ઘેટીયા) ગામ તા. ઉપલેટા સામે ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહી ભાયાવદર પો. ઇ. વી. સી. પરમાર, એ. એસ. આઇ. રોહીતકુમાર વાઢેળ, વિરમભાઇ વાણવી, પો. કો. મહેશભાઇ ગમારા તથા શકિતસિંહ જાડેજા, હિમાંશુભાઇ હુણ તથા હરેશભાઇ વેલજીભાઇ કટારા દ્વારા કરવામાં આવી હતી.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
