તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 12th June 2025
દ્વારકાના ઘીણકી ગામ વાડી વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ઝડપાઇ

ખંભાળીયાઃ ધીણકી ગામની વાડી વિસ્તારમાં આરોપીઓના કબ્જા ભોગવટાના ખેતર માથી દેશી દારૂની ભઠ્ઠી ચાલુ ભઠ્ઠીએ દેશી દારૂ લી.૮૫/- કિ.રૂ.૧૭,૦૦૦/- તેમજ દેશી દારૂ બનાવવાનો બળેલ આથો લીટર ૧૦૦/- કિ.રૂ.૨૫૦૦/-નો તથા દેશી દારૂ બનાવવાનો કાચો આથો લીટર ૫૦૦/- કિ.રૂ.૧૨,૫૦૦/- તથા દારૂ બનાવવા વાપરેલ ત્રાંબાની નળી કિ.રૂ.૧,૦૦૦/- તથા એક ગેસનો ચુલો જેની કી.રૂ.૧,૦૦૦/-ની તથા એક લાલ કલરનો ગેસનો બાટલો કી.રૂ.૨૫૦૦/-ગણી એમ કુલ કિ.રૂ.૩૬,૫૦૦/- સાથે (૧) મનીષભા લગ્ધીરભા સુમણીયા ઉ.વ.૨૫ ધંધો ખેતી
(૨) માંડણભા બબાભા માણેક ઉ.વ.૧૯ ધંધો ખેતી રહે. ધીણકી ગામ તા.દ્વારકાને પકડી પાડેલ છે.
આ કામગીરી ઇન્સપેકટર એ.એલ.બારસિયા (૨) સર્વેલન્સ પો.સ.ઇ. ડી.એ.વાળા (૩) એ.એસ.આઇ રાણાભાઈ રણમલભાઇ વાઘેલા (૪) પો.હેડ કોન્સ કુલદીપસીહ વનરાજસીહ જાડેજા ઇન્દ્રસીહ જીલુભા જાડેજાએ કરી હતી.(૩૮.૨૭)
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
