News of Thursday, 12th June 2025
ચુંટણી અંગે જાહેરનામુ છતાં ખંભાળીયા વિસ્તારના શખ્સે હથિયાર જમા નહીં કરતા ધરપકડ

ખંભાળીયાઃ તા.૧ર, આગામી તારીખ.૨ર/૦૬/૨૦૨૫ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન/મધ્યસત્ર/પેટા ચુંટણીઓ-૨૦૨૫ અંતર્ગત જિલ્લા તમામ પાક રક્ષણ/આત્મ રક્ષણ હથિયાર પરવાના ધારકોને તા.૨૮/૦૫/૨૫ થી દિન-૦૭માં પાક રક્ષણ/આત્મ રક્ષણ હથિયાર જે તે લગત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા હુકમ કરવામાં આવેલ છે પરંતુ મહાવિરસિંહ માનસંગજી જાડેજા રહે, ઉગમણા બારા વાળાએ પોતાનું હથિયાર કોઈપણ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવેલ નથી જે બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરતા મજકુર ઈસમ વિરૂધ્ધમાં શષા અધિનિયમની કલમ ૩૦ તથા બી.એન.એસ. કલમ ૨૨૩ મુજબ સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવીને આગળની તપાસ સલાયા મરીન પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
ઉપરોક્ત સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેક્ટર પી.સી.સીંગરખીયા તથા પોલીસ હેડ કોન્સ. હરદિપસિંહ હેમંતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલ, હા.એ.એસ.આઈ. લખમણભાઈ કરશનભાઈ આંબલીયા વિગેરે જોડાયેલ હતા
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
