News of Thursday, 12th June 2025
મોદી સરકારના ૧૧ વર્ષ થતા જામનગર ભાજપ કાર્યાલયે નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા થયેલ કાર્યો અંગે પત્રકારોને માહિતગાર કરાયા

જામનગર તા. ૧રઃ જામનગરમાં મોદી સરકારના ૧૧ વર્ષ થતા શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા ઉપરાંત દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા થયેલ કાર્યો અંગે પત્રકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા.(અહેવાલઃ મુકુંદ બદિયાણી,તસવીર :કિંજલ કારસરીયા, જામનગર)
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
