News of Thursday, 12th June 2025
ધ્રોલ તાલુકાની ૧૨ ગ્રામ પંચાયતો સમરસ અને ૧૧ ગામોમાં મનામણા ન થતાં જામશે ચુંટણી જંગ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૨: આગામી ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા જ કુલ ૨૩ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૧૨ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે, એટલે કે આ ગામોમાં સરપંચ અને સભ્યોની પસંદગી સર્વસંમતિથી કરવામાં આવી છે અને હવે ૧૧ ગ્રામ પંચાયતની ચુંટણી યોજવા માટે તંત્ર દ્વારા કમ્મર કસીને તૈયારી કરવામાં આવી રહી છે.
ધ્રોલ તાલુકાના ૮ ગામ પંચાયત સંપૂર્ણ બિન હરીફ જાહેર થયેલી ગ્રામ પંચાયતની યાદી જાહેર - (૧) ખાખરા - સરપંચ તરીકે ગીતાબા વિક્રમસિંહ જાડેજા, (૨) ડાંગરા - શક્તીસિંહ જામભા જાડેજા, (૩) જાબીડા - હરદેવસિંહ ઘેલુભા જાડેજા, (૪) ગઢડા - કુસુમબા રામદેવસિંહ જાડેજા, (૫) નાના ગરેડીયા - ભવાનભાઈ પાંચાભાઈ મકવાણા, (૬) હાડાટોડા - વિરમદેસિંહ વખતસિંહ જાડેજા, (૭) હરીપર - રામજીભાઈ પોપટભાઈ મુંગરા, (૮) દેડકદળ - મકવાણા કાંતિલાલ નાથાભાઈ.
ધ્રોલ તાલુકાની ગ્રામ પંચાયત ચુંટણીમાં ૪ અંશતઃ બિનહરીફ જાહેર થયેલ છે જે ગામોની યાદી - (૧) નાના વાગુદડ, (૨) મોટા વાગુદળ, (૩) ખારવા, (૪) પીરપરટોડા ગામનો સમાવેશ થયો છે.
ધ્રોલ તાલુકાના ૧૧ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી યોજાશે ચુંટણી થશે તેવા ગામોની યાદી - (૧) હજામચોરા (૨) ભેંસદણ (૩) નથુવડલા (૪) જાયવા (૫) રાજપર (૬)રોજીયા - સરપંચ બિનહરીફ એક પુરતી ચુંટણી થશે (૭) જાલીયા માનસર (૮) ખીજડીયા (૯)ખેંગારકા (૧૦) મોટા ગરેડીયા (૧૧) મજોઠ.
જ્યારે ધ્રોલ તાલુકામાં બાકી રહેતી ૧૧ ગ્રામ પંચાયતને સમરસ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા પરંતુ કોઇપણ કારણોસર મનામણા ન થતાં અંતે આ ગામોમાં ચુંટણી કરવી ફરજીયાત થયેલ હોય આગામી તા. ૨૨ ના રોજ મતદાન હોય તંત્ર દ્વારા કમ્મર કસીને તૈયારી કરવામાં આવી રહી છે અને ૧૧ ગામની મતગણતરી ૨૫ તારીખે થશે
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
