News of Thursday, 12th June 2025
ગાય માતા માટે શહિદ થનાર ભરવાડ પરિવારની જમીન ઉપર અન્ય શખ્સોનો કબજોઃ ન્યાય આપવા કલેકટરને આવેદન
જસદણના કમળાપૂર ગામે જમીન આવેલી છેઃ અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટનું આવેદન

રાજકોટ, તા. ૧રઃ અખીલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી સ્વ. ગૌભક્ત વિર શહિદ ગભરૂભાઈ લાંબરીયા (હિંદાભાઈ ભરવાડ) ના પરિવારની ખેતીની જમીન પચાવી પાડનાર શખ્સો પાસેથી સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહિ કરી મૂળ માલીકને પરત અપાવી શહિદના પરિવારને ન્યાય આપવા માંગણી કરી હતી.
આ આવેદનમાં ઉમેર્યુ હતું કે, તા. ૧૮/૦૩/૨૦૧૬ ના રોજ રાજકોટ કલેકટર ઓફિસ ખાતે ગૌ-માતાને સરકાર રાષ્ટ્રીય માતા જાહેર કરે તેના માટે દવા પી. આત્મવિલોપન કરી ગૌ-માતા માટે થયેલ આંદોલનમાં શહિદ થયેલ હતા. સરકારએ ગૌ-ભક્તોની માંગણી ન સ્વીકારતા શહિદી ગૌ-માતા માટે વ્હોરી હતી. ત્યારબાદ સરકારે આ પરિવારની દરેક જવાબદારી સ્વીકારી જરૂર પડે તમામ મદદની ખાત્રી આપેલ પરંતુ ત્યારબાદ આ પરિવાર ને કોઈ મદદ મળેલ નહિ ઉલ્ટાનું તેઓની ખેતીની જમીન રાજકોટ જીલ્લાનાં જસદણ તાલુકાના કમળાપુર ગામે ખાતા નં. ૮૯૦ રેસ નં. ૫૪૦ જમીન જે ભાવુબેન હિંદાભાઈ લાબરીયા ના નામે હોય ૭/૧૨ માં પણ તેમનું નામ છે. જેમાં કોઇ ધનશ્યામભાઈ નામના વ્યક્તિએ કબ્જો કરેલો છે. જેના સામે આ પરિવારે વારંવાર જસદણ મામલતદાર ને લેખીત તથા મૌખીક રજૂઆતો કરેલ તેમજ જીલ્લા કક્ષાએ રાજ્ય કક્ષા એ લાગુ પડતી તમામ કચેરીમાં લેખીત આપેલ છે. પરંતુ આજ દિન સુધી કોઈ નીકાલ આ પ્રકરણનો થયેલ નથી. આપને અમો ગુજરાત રાજ્ય ભરના ગૌ-રક્ષકોની આ પરિવાર વતી અપીલ છે કે તૂર્તજ આ પ્રકરણમાં મૂળ માલિક શહિદના પરિવારને સરકાર દ્વારા તેઓની જમીન ગેરકાયદેસર કબ્જો કરી બેઠેલા શખ્સો પાસેથી પરત લેવરાવી મૂળ માલીકને પરત દેવરાવે અને જરૂરી હુકમો કરી ઘટતુ તમામ પૂરૂ કરી ન્યાય આપવા અપીલ છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
