<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

મોરબીમાં પોલીસને બાતમી આપી ચોરીમાં પકડાવ્યાની શંકા રાખી યુવાન પર હુમલો.

બે શખ્શોએ છરી-પાઈપ વડે માર માર્યાની પોલીસ ફરિયાદ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :  મોરબીના નવલખી રોડ પર યુવાને પોલીસને બાતમી આપી ચોરીમાં પકડાવ્યો હોવાની શંકા રાખી બે ઇસમોએ લોખંડ પાઈપ અને છરી વડે માર મારી ઈજા કરી હતી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના કુલીનગર ૦૧ માં રહેતા વિશ્વાસ કાનજીભાઈ પાટડીયાએ આરોપીઓ અમિત દિલીપ સારલા (રહે યમુનાનગર શેરી નં ૩) અને અસરફખાન હફીજઉલ્લા પઠાણ (રહે સિપાઈ વાસ મોરબી વાળા) સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી અમિત સારલા અગાઉ કોપર વાયર ચોરીમાં પોલીસમાં પકડાયો હતો જેની બાતમી ફરિયાદી વિશ્વાસે આપ્યાની શંકા અને ખાર રાખી બંને આરોપીઓએ નવલખી રોડ પર યુવાનને પાઈપ અને છરી વડે માર મારી ઈજા કરી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


 

(1:26 AM IST)