News of Friday, 13th June 2025
મોરબીના લક્ષ્મીનગર ગામે સરપંચ ઉમેદવારને ત્રણ બાળકો હોવાથી ઉમેદવારી રદ કરવા માંગ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણી માટે ફોર્મ સહિતની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે અને હવે મતદાન આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામમાં સરપંચ પદના ઉમેદવારને ત્રણ બાળકો હોવાથી ઉમેદવારી રદ કરવા રજૂઆત કરવામાં આવી છે.
લક્ષ્મીનગર ગામના સિકંદર સુમરાએ ચુંટણી અધિકારીને રજૂઆત કરી જણાવ્યું છે કે લક્ષ્મીનગર ગ્રામ પંચાયત ચુંટણી માટે કાજલબેન રાયધનભાઈ ડાભીએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે કાજલબેનને ત્રણ બાળકો હોવાની નોંધ આંગણવાડી અને ગ્રામ પંચાયતમાં નોંધ થયેલી છે ચુંટણી પંચના નિયમો અનુસાર ત્રણ બાળકો ધરાવતા ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવે છે જેથી કાજલબેન ડાભીની સરપંચ ઉમેદવારી રદ કરવા માંગ કરી છે અને કાર્યવાહી ના કરાય તો કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે.
(1:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
