News of Friday, 13th June 2025
પૈસાની લેતી દેતીમાં કૌટુંબિક મામા અને તેના સાળાએ છરીના ઘા વડે સંબંધી યુવાનને વેતરી નાખ્યો
મિત્રો સાથે માંડવી બીચ ઉપર ફરવા ગયેલા મૃતક યુવાન ચિંતનને રૂપિયા લેવા માટે તેના કૌટુંબિક મામા જિગર દીપક ગોરે ફોન કરી જખણીયા ગામ પાસે બોલાવીને છરીના ઉપરાઉપરી ઘા ઝીંક્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : ભુજના આરટીઓ વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષીય રાજગોર યુવાન ચિંતન કિશોર ગોરની કરપીણ હત્યાએ ભુજમાં ચકચાર સર્જી છે. મિત્રો સાથે માંડવી બીચ ઉપર ફરવા ગયેલા મૃતક યુવાન ચિંતનને રૂપિયા લેવા માટે તેના કૌટુંબિક મામા જિગર દીપક ગોરે ફોન કરી જખણીયા ગામ પાસે બોલાવ્યો હતો.
મિત્રો સાથે ત્યાં પહોંચેલા ચિંતનને ત્યાં રહેલા કૌટુંબિક મામા જિગર ગોર અને મામા ના સાળા જય દીપકભાઈ ગોર બંનેએ છરીના ઉપરાઉપરી ઘા ઝીંક્યા હતા. ઇજાગ્રસ્ત ચિંતનને સારવાર નસીબ થાય એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોધાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
