તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Friday, 13th June 2025
હરિદ્વારમાં કૃષ્ણ ભગવાનની મુકિતલીલા અને વિભૂતિ યોગ દર્શનની અદ્ભુત લીલા માણી
ડો.મહાદેવપ્રસાદ મહેતાના વ્યાસાસને આયોજીત ભાગવત કથાનો વિરામઃ મેંદરડાના પૂ. સુખરામદાસ બાપુએ રાજીપો વ્યકત કરીને જુલાઇ-ર૦ર૬માં અયોધ્યામાં ડો. મહાદેવપ્રસાદ મહેતાના વ્યાસાસને રામકથા યોજવાની જાહેરાત કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩ :.. હરિદ્વારમાં ગત પમી જૂને શરૂ થયેલી ભાગવત ભગવાનની કથા આજે સાતમા દિવસે મહાદેવપ્રસાદ મહેતાની દિવ્ય વાણી સાંભળી શ્રાવકો ભાવવિભોર બન્યા હતાં. પુર્ણાહૂતિ વખતે જાણે સૌ એકબીજાથી વર્ષોથી પરિચિત હોવાનો ભાગ પ્રગટ થયો હતો.
વ્યાસપીઠ પરથી આજે મહાદેવપ્રસાદ પણ દરેક શ્રાવકો સાથે અનોખો નાતો બંધાયો તેમાં ભાગવત ભગવાનની કૃપા આપણા સૌ પર વરસી હોવાનું જણાવી કૃષ્ણ ભગવાનની મુકિતલીલા, વિભૂતિયોગ દર્શન અને છેલ્લે યાદવ કુળ માટેની સમગ્ર લીલાઓ પ્રભાસ પાટણ આવી એક પગ પર બીજો પગ ચડાવી ભગવાન ધ્યાન અવસ્થામાં લીન થયા છે. આ વખતે ઓધવજી આકુળ-વ્યાકુળ થઇ પ્રભુનાં પગ પકડી બેસી જાય છે. કૃષ્ણએ ઓધવજીને કહ્યું તમો મારા જ્ઞાનનું સ્વરૂપ હોય આ શરીરે પૃથ્વીલોકમાં રહી જ્ઞાનને વધુ પ્રસાર કરવાનું કામ કરવાનું છે.
માધવાનંદજીએ અહંકાર દૂર કરવા રામદાસજીની કથા કહી હતીઃ હર્ષા ભરાડ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩ :.. ભાગવત કથાનાં પુર્ણાહૂતિ દિને જોગાનુજોગ ગિરનારનાં અવધુત બ્રહ્મલિન માધવાનંદજીબાપુની ૧૧મી પુણ્યતિથિ હોય ઉપસ્થિત સૌ ભાવિકો-સંતોએ વિડીયો કલીપ નિહાળી હતી. માધવાનંદબાપુને રાજકોટ સ્ટરલીંગ હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે સેવક પરિવારનાં નાતે હર્ષાબેન ભરાડે ખુબ સેવા-સુશ્રુષા કરી હતી. આ સમયે માધવાનંદબાપુએ એક માતાનાં રૂપમાં સેવા કરતા હર્ષાબેનને કહ્યું નખ વધી ગયા છે, મોઢાથી કાપી દો...!
એકસ્ત્રી તરીકે મર્યાદા હોય કશો ઉત્તર આપ્યો નહીં. સ્થિતિ પારખી ગયેલા માધવાનંદબાપુએ અહંકારને દૂર કરવા શિવાજીને તેમનાં ગુરૂ રામદાસે કહ્યું તારા કરતા મારો શિષ્ય ચાંગદેવ વધુ આજ્ઞાકારી છે. થોડા સમય પછી એક થાળમાં ચાંગદેવનું કપાયેલું માથું આવે છે અને તેનાં મોઢામાંથી પાન કાઢી ગુરૂ રામદાસે તે પોતાનાં મોઢામાં નાંખી શિવાજીનાં અહંકારને દૂર કર્યો હોવાની કથા વર્ણવતા ભાવિકો ધન્ય બની ગયા હતાં.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
