News of Friday, 13th June 2025
પરિણીત પિતરાઈ ભાઈએ એક તરફી પ્રેમમાં બહેનનું ગળું દબાવી હત્યા કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૩: કચ્છના લખપત તાલુકાના પીપરીવાંઢમાં ૨૦ વર્ષીય યુવતીનું ગળુ દબાવી હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. હત્યાના આ બનાવની કરુણતા એ છે કે હત્યારો પરણિત પિતરાઈ ભાઈ મળતક પિતરાઈ બહેન સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. પરંતુ મળતક બહેન તેમજ તેના પિતાએ લગ્નની ના પાડતા તેણે વાડી વિસ્તારમાં હત્યાના આ બનાવને અંજામ આપ્યો હતો.
ગુરુવારે પીપરીવાંઢમાં રહેતી ૨૦ વર્ષીય સામાનીબાઈ સિધિક જતનું ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાનો આરોપી પિતરાઈ ભાઈ ઈબ્રાહીમ ગુલામ જત તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. આરોપી પરણિત હતો જેથી મળતક બહેને અને તેના પિતાએ લગ્ન કરવાની મનાઈ કરી દીધી હતી. એટલે એક તરફી પ્રેમમાં અંધ બનેલા આરોપીએ ઉશ્કેરાઈને ગુરુવારે બપોરના અરસામાં હતભાગી યુવતી ગામ નજીક આવેલ વાડીમાં હતી ત્યારે તેની ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
