<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ટંકારાનું નગરનાકુ વિસ્‍તારમાં કચરા, બાવળ, અધુરા રસ્‍તાથી લોકો ત્રાહીમામ

ધારાસભ્‍ય દુર્લભજીભાઇ દેથરીયા અને આગેવાનોનાં હસ્‍તે રસ્‍તાના કામનું ખાતમુહૂર્ત તો થયુ પરંતુ કામ અધુરૂ રહી ગયુ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૧૩: ટંકારા નગરપાલિકાની અણધડ અને મોનીટરીંગ વિનાની કામગીરીનો ભોગ નગરજનો બની રહયા છે સૌથી પહેલા શહેરના નગર દરવાજા પાસે નવો રોડ કામ ચાલુ કરેલ જે પુરો નથી થયો ત્‍યાં રોડમાં કાકરી દેખા દેતા દેતા ગુણવતા ઉપર સવાલો ઉભા થયા છે જેની તાકીદે ઉચ્‍ચ અધિકારીઓ તપાસ હાથ ધરી ધટતુ કામ વરસાદ પુર્વે પુરૂ કરવા નગરજનોની માંગ કરી છે.

પેલા કોડિયે માંખી માફક ટંકારા નવ નિયુક્‍ત નગરપાલિકા કાર્યરત થયા બાદ નગર દરવાજાથી મેઈન બજારને જોડતો રોડ જે ખુબ મહત્‍વનો આવાગમન માટે ઉપયોગી છે એ ધારાસભ્‍ય દુલભજી દેથરીયા ગામના આગેવાનો કાર્યકરો ઉપસ્‍થિતમાં નગરપાલિકા દ્વારા ગત વર્ષે ખાત મુહૂર્ત કરવામાં આવ્‍યું હતું જેમાં કામ શરૂ થયાને ખાસો લાંબો સમય વિત્‍યા છતાં પણ કામ પુરૂ થવાનું નામ નથી ઉપરાંત થયેલ કામમાં કાકળી દેખાઈ આવતા નગરજનોમાં ભારે રોષ જોવા મળ્‍યો છે. તદ્‌ઉપરાંત પોલીસ સ્‍ટેશન પાસે તો રોડ ઉપર રિતસર નરકાગાર જેવી સ્‍થિતિનું નિર્માણ થયુ છે વધુમાં કોઈ ભંગારને કચરાને ઊગેલી ઝાડી ઝાંખરામાં જંગલમાં પ્રવેશ કરતા હોય એવો ધાટ અહી સર્જાયો છે આ અંગે ટંકારા નગરપાલિકાના ચિફ ઓફિસર ડામોર સાથે વાત કરતા જણાવ્‍યું હતું કે રોડ અંગે રોડા પડયાની વાત સાચી છે સફાઈ માટે અમને જીસીબી મલતુ નથી અધુરા રોડ માટે ઝડપી કામ પુરૂ કરવા ઈજીનયર ને સુચના આપુ છું નું અંતમા જણાવ્‍યું હતું આ રસ્‍તો મેઈન વેપાર બજાર સરકારી દવાખાને જવાનો મુખ્‍ય માર્ગ છે અને ધારાસભ્‍ય જે કામનું ખાત મુહૂર્ત કર્યુ એમા પોતે અંગત રસ દાખવી રસ્‍તો પુરો કરાવે એવી નાગરિકો એ માંગ ઉઠાવી છે

(10:48 AM IST)