<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ભાવનગરના આશાસ્‍પદ તબીબી વિદ્યાર્થી રાકેશ દિહોરાનું અમદાવાદ વિમાની દુર્ઘટનામાં મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩: અમદાવાદની વિમાની દુર્ઘટનામાં ભાવનગરના સોસિયા ગામના ખેતીકામ સાથે સંકળાયેલા પરિવારના આશાસ્‍પદ મેડિકલ સ્‍ટુડન્‍ટનુ મળત્‍યુ નિપજ્‍યુ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની જ્ઞાનમંજરી હાઇસ્‍કૂલમાંથી સારા માર્ક્‍સ સાથે ઉતિર્ણ થયા બાદ સોસિયા ગામના ખેતીકામ સાથે સંકળાયેલા દિહોરા પરિવારના આશાસ્‍પદ યુવાન રાકેશ દિહોરાને અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં એડમિશન મળ્‍યુ હતુ. રાકેશ બીજા વર્ષમાં અભ્‍યાસ કરી રહ્યા હતા. ગુરૂવારે તેઓ નિત્‍યક્રમ મુજબ બપોરના સમયે મેસ રૂમમાં ભોજન માટે ગયા હતા. અચાનક મેસ રૂમની ઉપર કાળ બનીને ધસી આવેલા વિમાનમાંથી મોટો બ્‍લાસ્‍ટ થયો હતો, અને જોત જોતામાં ત્રણેય બિલ્‍ડિંગનો કાટમાળ ધસવા લાગ્‍યો હતો અને આગની લપેટમાં આવી ગયા હતા. રાકેશ દિહોરાના મોટાભાઇ વિપુલે જણાવ્‍યુ હતુ કે, મારા ભાઇનું દુર્ઘટના દરમિયાન અવસાન થયાના અમને સમાચાર મળ્‍યા છે અને મારા બહેન-બનેવી અમદાવાદ ગયા છે. આ બનાવથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

(11:50 AM IST)