<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ભાવનગરના ઇન્‍ટર્ન તબીબ શિવદિપસીંહ ઝાલા વિમાની દુર્ઘટનામાં ઇજાગ્રસ્‍ત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩:  ભાવનગર શહેર-જિલ્લાના ઝાલા/રાણા સમાજના પ્રમુખ પ્રવિણસિંહના દિકરા શિવદિપસિંહ ઝાલા પણ અમદાવાદ મેડીકલ હોસ્‍ટેલમાં રહેતા હતા. જ્‍યાં તેઓ હાજર હતા તે વેળાએ દુર્ઘટના સર્જાતા ઇન્‍ટર્ન તબીબ શિવદીપસિંહ ઝાલા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થવા પામ્‍યા છે. જેની પરિવારજનને જાણ થતાં તમામ સભ્‍યો અમદાવાદ ખાતે દિકરા પાસે જવા રવાના થયા હતા. હાલ શિવદીપસિંહ ઝાલાની સ્‍થિતિ સ્‍થિર હોવાનું જણાવાઈ રહ્યું છે અને ઉચ્‍ચ તબિબો હેઠળ ઓબ્‍ઝર્વેશનમાં રાખવામાં આવ્‍યા છે.

 ભાવનગરના યશરાજ જોષીનો બચાવ

નીટમાં ૭૦૦ માર્ક મેળવીને એમબીબીએસ થવા ગયેલા યશરાજ જોશી પણ વિમાની દુર્ઘટનામાં આબાદ રીતે બચી ગયા છે જે વિમાન દુર્ઘટના વખતે મેડિકલ કેન્‍ટીનમાં હતો. તેના પિતા હિમાલય મોલમાં શેર માર્કેટની ઓફિસ છે અને યશરાજ જોષીના માતા શિતલબહેન જોષી આઇટી સરકારી કોલેજમાં પ્રાધ્‍યાપક તરીકે ફરજ બજાવે છે.

(1:13 PM IST)