News of Friday, 13th June 2025
વિમાન દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે ભાવનગર બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા પ્રાર્થના અને રાહતસેવા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩: અમદાવાદ ખાતેથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના થતા ખૂબ મોટી તારાજી સર્જાઈ છે. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો-હરિભક્તોએ અસરગ્રસ્તો માટે પ્રાર્થના કરી છે. દિવંગત આત્માઓને શાંતિ પ્રાપ્ત થાય, તેમના સ્વજનોને આ આપત્તિ જીરવવાનું આત્મબળ પ્રાપ્ત થાય, ઇજાગ્રસ્તો વહેલામાં વહેલી તકે સ્વસ્થ બને તે માટે સૌએ પ્રાર્થના કરી છે. બી.એ.પી.એસ. સંસ્થાએ આ પ્રસંગે દુર્ઘટના ગ્રસ્તો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને સેવા માટે હાથ લંબાવ્યો છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
