<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

પોરબંદરમાં ‘મેદવિસ્‍તા મુકત ગુજરાત' - અભિયાનને પ્રતિસાદઃ ધારાબેન દ્વારા વિના મૂલ્‍યે યોગ તાલીમ

પતંજલી વિશ્‍વ વિદ્યાલય હરિદ્વારની અનુસ્‍નાતક પદવી મેળવનાર ધારાબેન દ્વારા અનોખી યોગ સેવા

પોરબંદર, તા.૧૩: સરકાર દ્વારા મેદસ્‍વિતા સામે જાગળતતા અને નિવારણ માટે મેદસ્‍વિતા મુક્‍ત ગુજરાત અભિયાન હાથ ધરવામાં આવ્‍યુ છે.

આ અભિયાનને વધુ મજબૂતી મળે એ હેતુથી પોરબંદર શહેરના ધારાબેન જુંગીએ પતંજલી વિશ્વ વિદ્યાલય, હરિદ્વારથી યોગવિદ્યામાં અનુતાાતકની પદવી મેળવ્‍યા બાદ પોરબંદરમાં લોકસેવાના ભાવથી યોગસેવા શરૂ કરી છે. તેઓ માત્ર યોગાસનો જ નહીં પરંતુ મેદસ્‍વિતા નિયંત્રણ માટે આયુર્વેદ, નેચરોપેથી અને પંચકર્મ પદ્ધતિઓ અંગે વિના મૂલ્‍યે માર્ગદર્શન પણ આપે છે.

ધારાબેને જણાવેલ કે, યોગ એક એવી સંપૂર્ણ પદ્ધતિ છે જેના માધ્‍યમથી માનસિક અને શારીરિક સ્‍વાસ્‍થ્‍ય બંનેમાં સુધારો લાવી શકાય છે. યોગાસન, ?ાણાયામ, વ્‍યાયામ, સૂર્ય નમસ્‍કાર વગેરે દ્વારા લોકો પોતાનું વજન નિયંત્રિત કરી શકે છે તેમજ વિવિધ બીમારીઓથી પણ બચી શકે છે.

આ જનરેશનમાં એક્‍સરસાઇઝની અછત, અયોગ્‍ય આહાર સહિતના કારણોથી ઓબેસિટીનુ પ્રમાણ ખુબ જ વધી રહ્યુ છે. તેને નિયંત્રીત કરવા માટે ઉપવાસની પદ્ધતિ કે  જેને પંચમહાભૂત તત્‍વોમાંથી આકાશ તત્‍વ તરીકે ઓળખવામાં આવે છે, તે શરીરમાં રહેલા વિકારોને દૂર કરવા અને ચરબી ઘટાડવા માટે અસરકારક પદ્ધતિ છે. નેચરોપેથી પદ્ધતિઓ જેમ કે સન બાથ, નેચરલ ડાયટ, મસાજ વગેરે દ્વારા પણ શરીરમાંથી વિકળતિઓ દૂર કરી શકાય છે. અંતે તેઓ કહે છે કે જો આ બધા ઉપાયોને આપણે એક સાથે લઈ આવીએ. (રર.૧૦)

(12:22 PM IST)