<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ગોંડલમાં જુગારના હાટડા ઉપર એલસીબી ત્રાટકી : ૪ મહિલા સહિત ૧૧ પકડાયા

વિજયસિંહ જાડેજા તેના મકાનમાં જુગાર રમાડતો'તોઃ ૧.ર૯ લાખના રોકડ સહિત ૬.૩૯ લાખનો મુદામાલ કબ્‍જે : જુગાર રમતા પકડાયેલામાં રાજકોટની ત્રણ મહિલા સહિત ચારનો સમાવેશ

રાજકોટ, તા., ૧૩: ગોંડલમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર રૂરલ એલસીબીએ દરોડો પાડી જુગાર રમતી ૪ મહિલા સહિત ૧૧ને ૬.૩૯ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસીંહએ પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવળતીઓ શોધી કાઢી નેસ્‍તનાબુદ કરવા સુચના કરતા  એલ.સી.બી શાખાના પો.ઈન્‍સ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્‍સ. એચ.સી.ગોહીલ સ્‍ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હોય તે  દરમ્‍યાન મળેલ હકિક આધારે ગોંડલ ગોકુલધામ જેતપુર રોડ દાસીજીવણ સ્‍કુલ પાસે વિજયસિંહ ઙ્કવિણસિહ જાડેજા ના કબ્‍જા ભોગવટા ના રહેણાંક મકાન માં જુગાર રમતા અગિયાર (૧૧) જુગારીઓને  રોકડા રૂ.૧,૨૯,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૬,૩૯,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ શખ્‍સોમાં મકાન માલીક (૧) વિજય સિંહ પ્રવિણસિહ જાડેજા  રહે ગોંડલ ગોકુલધામ જેતપુર રોડ દાસીજીવણ સ્‍કુલ પાસે (૨) દિપકસિહ મહીપતસિહ ઝાલા  ધંધો.ડ્રાઇવીંગ રહે.ગોંડલ ભોજરાજપરા શેરી નં ૧૭/૧૨(૩) હિમાંશુ  દિનેશભાઇ અઢીયા ધંધો વેપાર રહે.જુનાગઢ નહેરૂપાર્ક સોસાયટી (૪) ધર્મરાજસિહ મંગળસિંહ જાડેજા  ધંધો ખેતી રહે.ભરૂડી ગામ તા.ગોંડલ (૫) બસીર ઓસમાણભાઇ સર્વદી  ધંધો.મજુરી રહે. રાજકોટ ગોંડલ રોડ શિવ હોટલ ની સામે (૫) મહેશ નટુભાઇ પરમાર  ધંધો,મજુરી રહે રાજકોટ કોઠારીયા મેઇન રોડ આશાપુરા શેરી નં ૧ (૭) વસીમ ઇકબાલભાઈ ગીરાય  ધંધો.આર.ટી.ઓ. એજન્‍ટ રહે.જુનાગઢ અલંકાર સીનેમા પાસે (૮) હંશાબા વા/ઓફ રણવીરસિહ સુરૂલા ચુડાસમા રહે.જામનગર રામેસ્‍વર રાંદલનગર બાપાસીતારામ મઢુલી પાસે (૯) રૂપલબેન ડો/ઓફ સંજયભાઈ હરીભાઇ માણેક વા/ઓ મેહુલભાઇ રાઠોડ ઉ.વ. ૨૮ રહે. રાજકોટ રણુજાનગર શેરી નં-૯ (૧૦) નિશાબેન ડો.ઓફ રામસીંગભાઇ લીલુસિંગ ઠકુડી ઉ.વ.૩૫ રહે.રાજકોટ રેલનગર ભક્‍તિપાર્ક પલ્‍સ હોસ્‍પીટલ ની સામે તથા  (૧૧) ભાવનાબેન વા/ઓફ દિનેશભાઇ પરષોતમભાઈ પીઠડીયા ઉં.વ.૫૫ રહે.રાજકોટ રેલનગર પરિવાર મોલ પાસેનો સમાવેશ થાય છે.

પોલીસે  રોકડા રૂ.૧,૨૯,૦૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૧૧ કિ.રૂ.૧,૧૦,૦૦૦/ વાહન નંગ-૨ કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી   કુલ મુદામાલ રૂ. ૬,૩૯,૦૦૦/- કબ્‍જે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્‍ય એલસી.બી.ના એ.એસ.આઇ. ઇન્‍દ્રસિંહ જાડેજા, જયવીરસીંહ રાણા, બાલકળષ્‍ણભાઇ ત્રીવેદી  પો.હેડ.કોન્‍સ. અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા તથા મનોજભાઇ બાયલ, મહીપાલસિંહ ચુડાસમા તથા દિલીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:14 PM IST)